સુરત : શહેરનાં પોશ ગણાતા વિસ્તાર ઘોડદોડ રોડ પર કરીમાબાદ સોસાયટીમાં રહેતા એક બેગના વેપારી કૈમિલનું ગુરૂવારે સવારે જીમમાં જતી વખતે ઘર નજીકથી સ્કોડા કારમાં આવેલા ચાર બદમાશો અપહરણ કરીને ખંડણી પેટે ત્રણ કરોડ રૂપિયાની માંગ કરી હતી. આ ચકચારી કેસમાં પોલીસે મોડી રાત્રે ચાર અપહરણકારોને ઝડપી લેવામાં સફળતા મળી છે. પોલીસે અપહરણકારો પાસેથી બે પિસ્તોલ પણ કબ્જે કરી છે. અત્રે નોંધનીય છે કે, ઘોડદોડ રોડ પર આવેલી કરીમાબાદ સોસાયટીમાં રહેતા અનવર દુધવાલા ભાગલ મસ્કતી હોસ્પિટલની સામે બેગની દુકાન ચલાવે છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

કોરોનાની સ્થિતિ કાબૂમાં આવતા જ દવા અને ઈન્જેક્શનનો વપરાશ પણ ઘટ્યો


અનવરભાઇને ધંધામાં તેનો પુત્ર પણ મદદ કરે છે. તેમનો પુત્ર ઘરેથી બાઇક લઇને જીમ જવા માટે નિકળ્યો હતો. તેની સોસાયટીની બહાર નિકળીને થોડા આગળ જતા કૃષ્ણકુંજ સોસાયટી સામેથી એક સ્કવોડા ગાડીમાં આવેલા ચાર શખ્સોએ તેની બાઇકને ટક્કર મારીને નીચે પાડી દીધો હતો. ત્યાર બાદ ગાડીમાં અપહરણ કરીને ભાગી ગયા હતા. થોડા સમય બાદ પુત્રના ફોન પરથી પિતાને ફોન કરી પુત્ર જોઇતો હોય તો ત્રણ કરોડ રૂપિયાની ખંડણી માંગવામાં આવી હતી. 


આંગડિયા પેઢીને નિશાન બનાવીને લૂંટતી નાયડુ ગેંગનો રાજકોટ પોલીસે કર્યો પર્દાફાશ


જેથી અનવરભાઇએ ફોન કરીને પોલીસને સમગ્ર ઘટના અંગે જાણ કરી હતી. જેના પગલે ઉમરા પોલીસ દ્વારા ઘટનાની તપાસ ચાલુ કરવામાં આવી હતી. ટેક્નીકલ સર્વેલન્સનાં આધારે અપહરણકારોને ઝડપી લેવા માટેની ગતિવિધિ શરૂ થઇ હતી. સોમિલના મોબાઇલ લોકેશનના આધારે ડીસીબી, પીસીબી, એસઓજી સહિતની પોલીસ ટીમો દ્વારા અપહરણકારો સુધી પહોંચવા માટે ચક્રોગતિમાન કર્યા હતા. અપહરણકારો વેપારીના પુત્રને કાલે કામરેજ ચાર રસ્તા ખાતે છોડીને જતા રહ્યા હતા. જો કે અનવરભાઇએ અપહરણકારોને એક કરોડ રૂપિયાની ખંડણી ચુકવી હોવાની વાત પણ છે. 


અમે તો કોવિડની રસી લીધી છે, તમે પણ લેજો, કોઈ આડઅસર નથી : ડોક્ટર


મોડી રાત્રે પોલીસ દ્વારા મુક્ત થયેલા વેપારીના પુત્રની પુછપરછ કરીને વધારે તપાસ હાથ ધરવામાં આવી હતી. જેમાં તેણે આપેલી માહિતીના આધારે પોલીસની ટીમ ભરૂચ અને કિમ તરફ ગઇ હતી. જ્યાં મોડી રાત્રે ક્રાઇમબ્રાન્ચ પોલીસે ભરૂચ અને કિમ બાજુ પહોંચ્યા હતા. જ્યાં મોડી રાત્રે ક્રાઇમબ્રાન્ચ પોલીસે ભરૂચ ટોલકાના પાસેથી ચાર આરોપીને ઝડપી પાડ્યા હતા. પોલીસે ચારેય આરોપીની પુછપરછ શરૂ કરતા ભરવાડ અને મુસ્લિમ યુવકોની 10 ઇસમોની ગેંગ હોવાનું સામે આવ્યું છે. 


બીટીપીના છોટુ વસાવાએ ગુજરાત સરકારને આંદોલન કરવાની ખુલ્લી ચેતવણી આપી


પોલીસે ઝડપેલા આરોપીઓ પૈકી બે પાસે રિવોલ્વર હતી જે પોલીસે કબ્જે લીધી છે. ઝડપાયેલા આરોપીઓની પુછપરછ કરતા તેઓએ કબુલાત કરી કે વેપારીના પુત્રનું અપહરણ કરવા માટે છેલાલા 15 દિવસથી આયોજન કરાત હતા અને છેલ્લે ત્રણ દિવસથી રેકી કરતા હતા. કૌમિલ કેટલા વાગ્યે ઘરેથી નિકળે છે? કયા રસ્તે જાય છે? વગેરે મુદ્દે તપાસ આદરવામાં આવી હતી. તમામ રેકી બાદ અપહરણ કર્યું હતું. 


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube