નવસારીમાં તબક્કાવાર ત્રણ ધરતીકંપના આંચકાથી લોકોમાં ફફડાટ
નવસારીના વાંસદા તાલુકામાં એક પછી એક ભુકંપના આંચકા અનુભવાતા સ્થાનિક લોકોમાં ફફડાટ વ્યાપ્યો છે.
અમદાવાદ : નવસારીના વાંસદા તાલુકામાં એક પછી એક ભુકંપના આંચકા અનુભવાતા સ્થાનિક લોકોમાં ફફડાટ વ્યાપ્યો છે. રાત્રીના સમયે ધરતીકંપના આંચકાઓ આવતા લોકો ઘરમાંથી બહાર દોડી આવ્યા હતા. રાતે 8:30 થી 8:40 વચ્ચે 10 મિનિટમાં ભુકંપના ત્રણ આંચકા અનુભવાયા હતા. એક પછી એક તબક્કાવાર ત્રણ ધરતીકંપના આંચકા આવતા લોકોમાં ફફડાટ વ્યાપ્યો છે. ઘટના અંગે માહિતી મળતા તંત્રના અધિકારીઓ પણ દોડતા થયા છે. અધિકારીઓ દ્વારા સ્થાનિક લોકોને કોઇ પણ પ્રકારે નહી ગભરાવા અને અફવામાં નહી દોરવાવા માટે પણ અપીલ કરી છે.
રાજકોટ : ફરજ દરમિયાન ટ્રાફિક બ્રિગેડનાં જવાનો મોબાઇલ નહી રાખી શકે
કોંગ્રેસ-શિવસેના સરકાર મોદી-શાહની સરમુખત્યારશાહી સામેનો અવાજ છે: અમિત ચાવડા
રિક્ટર સ્કેલ પર રાતે 8:30 વાગ્યે 2.0 તિવ્રતા, રાતે 8:33 વાગ્યે 2.1 તિવ્રતા અને રાતે 8:40 વાગ્યે 2.7 ની તિવ્રતા નોંધાઇ હતી. ભુકંપનું એપી સેંટર નવસારીથી 33-34 કિમી અને વલસાડથી 43 કિમી દૂર નોંધાયું હતું. એક પછી એક ભુકંપના આંચકાઓને લઈ લોકોમા ભયનો માહોલ જોવા મળી રહ્યો છે. મોડી રાત થઇ હોવા છતા પણ લોકો પોતાનાં ઘરમાં જતા ગભરાઇ રહ્યા છે અને બહાર જ ટોળે વળીને બેઠા છે.