વડોદરા : કોરોના મહામારીની શરૂઆત થતાની સાથે જ સેનિટાઇઝર તમામ લોકો માટે જીવનનું એક અંગ બની ગયું છે, ત્યારે વડોદરાના એન્જિનિયર અને ડોક્ટર યુવાનોએ શરીરને નુકસાન ન પહોંચાડે તે પ્રકારનું પોર્ટેબલ ઓઝોન ડિવાઇસ બનાવ્યું છે. આ ડિવાઇસ દ્વારા સાદાપાણીને સેનિટાઇઝર બનાવી શકાય છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

સામાન્ય સેનિટાઇઝર આલ્કોહલમાંથી બનતું હોવાથી તે જ્વલનશીલ હોય છે. જે ક્યારેક દુર્ઘટના સર્જી શકે છે. જ્યારે આ મશીન દ્વારા બનેલું સેનિટાઇઝર શરીરને પણ હાની નથી પહોંચાડતું ઉપરાંત તે જ્વલનશીલ પણ નથી. આ અંગે મયંક અરગડેએ જણાવ્યું કે, કોરોનાની શરૂઆત થઇ ત્યારે અમારા ધ્યાને આવ્યું કે, ઓક્સિજનને ઓઝોનમાં કનવર્ટ કરીને સેનિટાઇઝર બનાવી શકાય છે. 


આ બાબત અમારે ધ્યાને આવતા અમે દેશ વિદેશના વૈજ્ઞાનિકો દ્વારા કરાયેલા સંશોધનનો અભ્યાસ કર્યો હતો. આ અભ્યાસ બાદ અમે ઓક્સિઝનમાંથી ઓઝોનને પાણીમાં ભેળવી સેનિટાઇઝર બનાવવાની શરૂઆત સપ્ટેમ્બર 2020 માં કરી હતી. એન્જિનિયર કશ્યપ ભટ્ટ અને રિદ્ધી પ્રજાપતીએ આ ત્રણ મિત્રોએ મળીને આ સમગ્ર પ્રોજેક્ટ તૈયાર કર્યો. 


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube