લાલજી પાનસુરીયા/આણંદ :આણંદ જિલ્લાના પીપરી ગામના ત્રણ યુવાનોનો એક વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે. જેમાં આ યુવકો મલેશિયામાં એજન્ટ દ્વારા હેરાન કરતા હોવાનુ જણાવી રહ્યાં છે. ત્યારે યુવકોના માતાપિતાએ આ વિશેની જાણ સાંસદ મિતેષ પટેલને કરી હતી. માતાપિતાએ પોતાના સંતાનોને બચાવવા માટે વિદેશ મંત્રાલયના દરવાજા પણ ખખડાવ્યા છે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

અડધી રાત્રે ઐતિહાસિક ક્ષણનો સાક્ષી બન્યો નર્મદા ડેમ, 131 મીટર સપાટી પાર કરતા 26 દરવાજા ખોલાયા


પ્રાપ્ત માહિતી અનુસાર, પીપરી ગામના ત્રણ યુવાનો પિયુષ પટેલ, સુનિલ પટેલ અને હિમાંશુ પટેલ મલેશિયા કમાવવા માટે ગયા હતા. તેમના ઘરની પરિસ્થિતિ બહુ સારી ન હોવાથી પરિવારે જેમતેમ કરીને તેઓએ મલેશિયા મોકલવાનો ખર્ચ ઉઠાવ્યો હતો. આ યુવકોએ મલેશિયા પહોંચીને થોડો સમય હોટલમાં કામ પણ કર્યું. પરંતુ ત્યાર બાદ એજન્ટ દ્વારા વર્ક પરમીટ ન અપાતા આ ત્રણેય યુવાનો ફસાયા હતા.


24 કલાકમાં રાજ્યના 168 તાલુકામાં વરસાદ, સૌથી વધુ કવાંટમાં 12 ઈંચ વરસાદ ખાબક્યો



પોતાના દીકરાઓ વિદેશમાં ફસાયા હોવાની જાણ થતા જ તેમના પરિવારે આણંદના સાંસદ મિતેશ પટેલને જાણ કરી હતી. સાંસદે આ બાબતની જાણ વિદેશ વિભાગને કરી હતી. મલેશિયામાં ભારતીય દૂતાવાસને જાણ કરી યુવકોનો સંપર્ક કરવાની તજવીજ હાથ ધરી છે. ત્યારે અંતે સાંસદની મદદથી યુવકો પાછા આવે તેવી પરિવારને આશા છે. તેમણે વિદેશ મંત્રાલયનો સંપર્ક કરીને યુવાનોને મલેશિયાથી હેમખેમ પરત ભારત લાવવા પ્રયાસો શરૂ કરાયાં હતાં. ત્યારબાદ મોડી સાંજે 3 યુવાનોને ભારતીય એમ્બેસીમાં લવાયા હતાં. આ અંગેની પ્રક્રિયા પૂર્ણ થયાં બાદ 2-3 દિવસ બાદ આ યુવાનોને પરત ભારત આવી જશે. આ સમાચારની જાણ થતાં પરિવારોએ હાશકારો અનુભવ્યો હતો.


ઉલ્લેખનીય છે કે, વિદેશમાં જવાની ઘેલછા અનેક લોકોને હોય છે, અને તેમની આવી જ ઘેલછાનો લાભ ટ્રાવેલ એજન્ટ ઉઠાવતા હોય છે. માતાપિતા દ્વારા દેવુ કરીને યુવકોને કમાવવા અને તેમનુ ભવિષ્ય સુધારવા માટે વિદેશ મોકલે છે.  પણ વિદેશમાં એજન્ટોને પગલે નિર્દોષ લોકો ફસાતા હોય છે. 


સમગ્ર ગુજરાતના લેટેસ્ટ સમાચાર, જુઓ LIVE TV :