વડોદરા : વડોદરામાં માત્ર બે કલામાં 3 ઈંચ વરસાદ વરસતા શહેરના રાજમાર્ગો અને નિચાણવાળા વિસ્તારો બેટમાં ફેરવાયા હતા. શહેરના પોશ વિસ્તારોમાં પણ પાણી ભરાતા વાહનચાલકોને ભારે હાલાકી થઈ હતી. શહેરમાં 3 ઈંચ વરસાદ વરસતા અલકાપુરી, ગેડા સર્કલ રોડ, ગોત્રી રોડ, ટી બી હોસ્પિટલ રોડ, સુભાનપુરા વિસ્તાર, લહેરીપુરા દરવાજા રોડ, જયુબેલીબાગ રોડ, વાઘોડીયા રોડ સહિતના વિસ્તારો અને રોડ રસ્તા પર ઘુંટણસમા પાણી ભરાયા હતા. જ્યારે પૂર્વ અને પશ્ચિમ વિસ્તારને જોડતો રેલવે સ્ટેશનના ગરનાળામાં પણ પાણી ભરાઈ જવાના કારણે ગરનાળાનો વાહન વ્યવહાર બંધ કરવામાં આવ્યો હતો.

COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

સૌરાષ્ટ્ર-દક્ષિણ ગુજરાતમાં વરસાદનું જોર ઘટ્યું, રાજ્યના ૩૬ તાલુકાઓમાં મેઘમહેર


ગરનાળામાં એક ખાનગી બસ ફસાઈ હતી. જ્યારે રોડ રસ્તા પર ભરાયેલા પાણીના કારણે મોટરસાયકલ, કારચાલકો અને રાહદારીઓને ભારે હાલાકી થઈ હતી. જ્યારે ગોરવા દશામાં તળાવ માત્ર 3 ઈંચ વરસાદમાં છલોછલ ભરાઈ જતા તળાવના પાણી રસ્તાઓ પર ફરી વળ્યા હતા. જેના કારણે સ્થાનિક લોકોને ભારે હાલાકી થઈ હતી.

રાજ્યના ૧૯ જળાશયો હાઇ એલર્ટ : ૫ ડેમને અપાયું એલર્ટ, નર્મદા ડેમમાં 34.78 ટકા આવક


સુભાનપુરા રાજેશ્વર રોડ પાસે જીઈબીના અધિકારીઓને બેદરકારી સામે આવી હતી. સુભાનપુરામાં જ પહેલા વરસાદે જીઈબીના ખુલ્લા ડીપીના કારણે કરંટ લાગતા પિતા પુત્રના મોત નિપજ્યા હતા. તેમ છતાં જીઈબીના અધિકારીઓએ કોઈ પણ બોધપાઠ ન લીધો હોય તેમ રાજેશ્વર રોડ પર ડીપી ખુલ્લુ રાખ્યુ હતું. ડીપીના વાયરો ભરાયેલા પાણીમાં તરતા હતા. જેના કારણે કરંટ લાગવાની શક્યતા જોતા સ્થાનિક લોકોએ જ રસ્તો બંધ કરી દીધો હતો. 


મહત્વની વાત છે કે પહેલા વરસાદ બાદ કોર્પોરેશને બોધપાઠ લઈ જે વિસ્તારોમાં પાણી ભરાયા હતા તેવા વિસ્તારોમાં ગટરના ઢાંકણા ખોલી દીધા હતા જેથી પાણીનો ત્વરીત નિકાલ થયો હતો. પાણીનો ત્વરીત નિકાલ થતા વાહનચાલકો અને રાહદારીઓએ રાહતનો શ્વાસ લીધો હતો.