* પકડાયેલ ત્રણેય આરોપીઓ છે રીઢા ગુનેગાર
* ડ્રગ્સ પેડલરો પર સકંજો કસવા ક્રાઇમ બ્રાંચની કવાયત
* અમદાવાદમાં MD ડ્રગ્સ વેંચતા વધુ 3 પેડલરોની કરી ધરપકડ
* અગાઉ પકડાયેલ પાટીદાર બધુંઓની પૂછપરછ દરમ્યાન થયો નેટવર્કનો પર્દાફાશ


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

મૌલિક ધામેચા/અમદાવાદ : શહેરમાં ક્રાઇમ બ્રાન્ચે તાજેતરમાં જ એમ.ડી ડ્રગ્સ સાથે ઝડપેલા બે પેડલરોની પૂછપરછ દરમ્યાન વધુ ખુલાસા થયા છે. અમદાવાદના જ ત્રણ પેડલરોની ધરપકડ કરવામા આવી છે. પકડાયેલ આરોપી પેડલરો ફારૂક વોરા, મારુક અબદાસ તથા સલમાન અબદાલ અગાઉ પકડાયેલા પાટીદાર બંધુઓ પાસેથી MD ડ્રગ્સનો જથ્થો ખરીદી છૂટક વેંચતા હોવાની કબૂલાત પોલીસ તપાસમાં સામે આવી છે.


GUJARAT CORONA UPDATE: નવા 46 કેસ, 33 દર્દી સાજા થયા એક પણ મોત નહી


પોલીસ ગિરફતમાં ઉભેલા આ ત્રણેય આરોપીઓ આમ તો રીઢા ગુનેગાર જ છે. પણ આ વખતે ડ્રગ્સની હેરાફેરી કરવાના કેસમાં ક્રાઇમ બ્રાન્ચે ફારૂક વોરા, મારુક અબદાસ તથા સલમાન અબદાલની ધરપકડ કરી છે. મહત્વનું છે કે તાજેતરમાં જ ક્રાઇમ બ્રાન્ચે ₹ 42 લાખના MD ડ્રગ્સના જથ્થા સાથે બે આરોપી ડાહ્યાલાલ પાટીદાર અને મોહનલાલ પાટીદાર નામના ભાઈઓની ધરપકડ કરી હતી. જે બન્ને આરોપીઓની પૂછપરછ દરમ્યાન સામે આવ્યું કે અમદાવાદમાં હજી પણ પેડલરો છૂટક MD ડ્રગનું વેચાણ કરી રહ્યા છે. હાલમાં જ પકડાયેલ આ ત્રણેય પેડલરો બન્ને ભાઈઓના સંપર્કમાં હતા.


બનાસકાંઠા બન્યા પરંતુ અધિકારીઓના બેન્ક એકાઉન્ટમાં! મસમોટુ કૌભાંડ સામે આવ્યું...


હાલ તો પકડાયેલા ત્રણેય આરોપીઓની ક્રાઇમ બ્રાન્ચ દ્વારા સઘન પૂછપરછ હાથ ધરવામાં આવી રહી છે. આ ત્રણેય આરોપીને પ્રાથમિક તપાસ દરમિયાન તેમનો ગુનાઇત ઇતિહાસ પણ સામે આવે છે. અમદાવાદના કંઈક એવા પોલીસ સ્ટેશનમાં મારામારી સહિતના ગંભીર ગુનાઓ આરોપીઓ વિરુદ્ધ નોંધાવી ચૂકેલા છે. જોકે આ ડ્રગ્સ સિન્ડિકેટમાં હજી પણ કેટલાક પેડલરો અમદાવાદ માં જ ડ્રગ્સનું વેચાણ કરતા હોવાનું સામે આવતા પોલીસે તેમની વધુ પુછપરછ કરી રહી છે. ત્યારે મહત્વનું માનવામાં આવે છે કે આગામી પૂછપરછમાં અમદાવાદના બીજા અન્ય કેટલાક ડ્રગ્સ સાથેના સંપર્ક આરોપીઓના સામે આવી શકે છે.


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube