અંબાજી-હડાદ માર્ગ પર વાહન ચાલકે બાઇકને મારી ટક્કર, ઘટના સ્થળે જ 3ના મોત
અંબાજીમાના દર્શન કરીને પરત ફરી રહેલા ત્રણ લોકોના અકસ્માતમાં મોત થયા છે. બાઇક લઇને અંબાજી પાસે દર્શન કરીને પરત ફરી રહેલા બાઇક ચાલકને અજાણ્યો વાહન ચાલક ટક્કર મારીને ફરાર થઇ ગયો છે. આ ઘટનામાં બાઇક પર સવાર ત્રણ લોકોના ઘટના સ્થળે જ મોત થયા છે. જેમાં એક મહિલા અને બે પુરુષનો સમાવેશ થાય છે.
બનાસકાંઠા: અંબાજીમાના દર્શન કરીને પરત ફરી રહેલા ત્રણ લોકોના અકસ્માતમાં મોત થયા છે. બાઇક લઇને અંબાજી પાસે દર્શન કરીને પરત ફરી રહેલા બાઇક ચાલકને અજાણ્યો વાહન ચાલક ટક્કર મારીને ફરાર થઇ ગયો છે. આ ઘટનામાં બાઇક પર સવાર ત્રણ લોકોના ઘટના સ્થળે જ મોત થયા છે. જેમાં એક મહિલા અને બે પુરુષનો સમાવેશ થાય છે.
અંબાજી હડાદ મર્ગ પર અકસ્માતની ઘટનામાં ત્રણ લોકોનું અકસ્માત સ્થળ પર જ મોત થયું હતું. મહત્વનું છે, કે મરનાર ત્રણે લોકો બાવળ કાઠીયા ગામના હોવાનું પ્રાથમિક તપાસમાં બહાર આવ્યું છે. મરનાર ત્રણેય લોકો બાઇક પર સવાર હતા. આ અક્સમાત બામણોજ પાસે સર્જાયો હતો.
અમદાવાદ: ચાલુ સ્કૂલ વાનમાંથી 3 બાળકો પડ્યા, 1 વિદ્યાર્થીની હાલત ગંભીર
આ અકસ્માતની ઘટના સામે આવતા આજુબાજીના વિસ્તારના લોકોના ટોળે ટોળા અકસ્માત સ્થળ પર એકઠા થયા હતા. અંબાજી રોડ પર ટ્રાફિક જામ જેવી સ્થિતિ સર્જાઇ હતી. ઘટનાની જાણ થતા સ્થાનિક પોલીસ ઘટના સ્થળે પહોંચી હતી અને મૃતદેહને નજીકની હોસ્પિટલમાં પીએમ અર્થે ખસેડવામાં આવ્યા હતા. પોલીસે અજાણ્યા વાહન ચાલક વિરૂધ્ધ ગુન્હો નોંધીને તેને ઝડપી લેવા માટે વધુ તપાસ હાથ ધરી છે.