ચેતન પટેલ/સુરત : સુરતમાં એક જ પરિવારના 3 લોકોએ સામૂહિક આપઘાતનો પ્રયાસ કર્યો છે. સુરતના અમરોલી કોસાડ આવાસમા રહેતા એક પરિવારના ત્રણ સભ્યોએ સામુહિક આપઘાતનો પ્રયાસ કરતા ચકચાર મચી જવા પામી હતી. ત્રણ પૈકી પતિનુ સારવાર દરમિયાન મોત નિપજ્યુ હતું. જ્યારે પત્ની અને પાચ વર્ષની પુત્રીની હાલત ગંભીર જણાય હતી. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

સુરતના અમરોલી કોસાડ આવાસમા રહેતો નરેન્દ્ર વર્મા એમ્બ્રોડરીના કારખાનામા નોકરી કરી પોતાના પરિવારજનોનું ગુજરાન ચલાવતો હતો. ગત મોડી રાત્રે નરેન્દ્રએ પોતાના જ ઘરમા લીંબુ શરબતમા ઝેરી દવા ભેરવીને પત્ની પ્રિંયકા અને પુત્રી મૈત્રીને પિવડાવ્યુ હતું. ત્યારબાદ પોતે પણ ઝેરી દવાવાળુ લીંબુ શરબત પી આપઘાતનો પ્રયાસ કર્યો હતો. આ બનાવની જાણ થતા જ સ્થાનિક લોકોએ ત્રણેયને તાત્કાલિક 108 મારફતે સ્મીમેર હોસ્પિટલમા ખસેડ્યા હતા. જ્યાં સારવાર દરમિયાન નરેન્દ્રનું મોત નિપજ્યું છે. જ્યારે કે માતા અને પુત્રીની હાલત અંત્યત ગંભીર છે.


પ્રાથમિક તપાસમાં જાણવા મળ્યું કે, ગઈકાલે સાંજે ત્રણેય લોકો ફરવા ગયા હતા. ફરીને આવ્યા બાદ તેઓએ સામુહિક આપઘાત કર્યો હોવાનું બહાર આવ્યુ હતું. જો કે સામુહિક આપઘાત પાછળનું કારણ હજી સુધી જાણી શકાયુ નથી. અમરોલી પોલીસે આ બનાવમા પરિવરજનો તેમજ મૃતકની પત્નીના નિવેદન લેવાની કામગીરી શરૂ કરી હતી.