મુસ્તાક દલ/જામનગર :આજે વહેલી સવારે વધુ ત્રણ 3 રાફેલ વિમાન ફ્રાન્સથી ઉડાન ભરીને ગુજરાતમાં લેન્ડ થયા છે. લડાકુ વિમાનોની ચોથી ફોજમાં ત્રણ રાફેલ (Rafale Fighter Jet) ભારતમાં મળ્યાં છે. ફ્રાન્સના એસ્તરેસ એરબેઝ પરથી નોન-સ્ટોપ ઉડાન ભરીને જામનગર એરપોર્ટ પર ત્રણેય રાફેલ આવી પહોંચ્યા છે. આ વચ્ચે યુએઈ એરફોર્સમાં રાફેલ ઈંધણ ભરવા રોકાયા હતા. ત્યારે ભારત પાસે હવે રાફેલ લડાકુ વિમાનોની ફોજ થઈ ગઈ છે. વધુ રાફેલ એપ્રિલ અને મે મહિનામાં ફેરી કરવામાં આવે તેવી સંભાવના છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

કરાર મુજબ, 36 રાફેલ જેટમાંથી 14 વિમાન ભારત પહોંચાડવામાં આવ્યા છે, 14 (આ 3 સહિત) ને આઈએએફ દ્વારા ભારત લઈ જવામાં આવ્યા છે. વધુ એપ્રિલ અને મે મહિનામાં ફેરી કરવામાં આવે તેવી સંભાવના છે. ઈન્ડિયન એરફોર્સ ટ્વીટ કરીને આ માહિતી આપી છે. એરફોર્સે ટ્વીટમાં કહ્યું કે, ફ્રાન્સના એસ્તરેસ એરબેઝથી ડાયરેક્ટ ફ્લાઈટના માધ્યમથી 3 રાફેલની ચૌથી ખેપ ભારતીય જમીન પર ઉતરી ચૂકી છે. અન્ય એક ટ્વીટમાં વાયુસેનાએ લખ્યું કે, યુએઈએ એરફોર્સના ટેન્કરોએ ફ્લાઈટ દરમિયાન રાફેલમાં ઈંધણ ભર્યું હતું. તે બંને દેશોની વાયુ સેનાઓની વચ્ચે મજબૂત થતા સંબંધોમાં પાયાનો પત્થર સાબિત થશે. આભાર યુએઈ એરફોર્સ. વાયુસેનાએ આ સાથે જ રાફેલના લેન્ડિંગનો એક વીડિયો પણ શેર કર્યો છે. 


આ પણ વાંચો : ‘હું પણ રાજપૂત છું, અને પત્નીને ઘરકામમાં મદદ કરું છું...’ રિવાબાના સમર્થનમાં સોશિયલ મીડિયા પર વાવાઝોડું આવ્યું 


વડોદરાનું સૌથી મોટું જુઠ્ઠાણું: કોરોનાથી મોતના આંકડામાં પાલિકા અને આરોગ્ય વિભાગ વચ્ચે અધધધ તફાવત


અંબાલા બાદ હવે પશ્ચિમ બંગાળના હાશીમોરામાં રાફેલની બીજી સ્કોડ્રન બનાવવામાં આવી રહી છે. રાફેલ વિમાનની બીજી સ્કોડ્રન હાશીમારામાં મુખ્ય સંચાલન અડ્ડા પર તૈનાત કરવામાં આવશે. ભારતને આગામી કેટલાક મહિનામાં ફ્રાન્સથી વધુ રાફેલ મળવાની આશા છે. એક સ્કોડ્રનમાં લગભગ 18 વિમાન હોય છે.