તેજશ દવે/મહેસાણા :આજથી મહેસાણાના ઉંઝામાં મા ઉમિયાના જય ઘોશથી લક્ષચંડી મહાયજ્ઞનો પ્રારંભ થશે. વિશ્વભરથી 1 કરોડ જેટલા પાટીદાર સમાજના ભાવિ ભક્તો મહાયજ્ઞમાં હાજરી આપશે. મહેસાણા ઊંઝામાં આજે લક્ષચંડીની સમી સાંજે આજે પાટીદારોએ પોતાનો પાવર બતાવી દીધો હતો. એક-બે નહિ, પણ આજે 3 રેકોર્ડ મેળવી લીધા છે. આજથી ઉમાનગરી ઊંઝામાં પાટીદારો ઉમટી ગયા હોય તેવી સ્થિતિ સાથે આજે વાતવરણ ભક્તિમય બનવા ગયું હતું. લક્ષચંડી મહાયજ્ઞના એક દિવસ પહેલા જ 3 રેકોર્ડ એશિયા બુક ઓફ રેકોર્ડમાં નોંધાઈ ગયા છે. એક સાથે 20 હજાર ફુગ્ગામાં બીજ મુકીને ઉડાવવાનો રેકોર્ડ બનાવ્યો હતો. મોટી સંખ્યામાં મા ઉમિયાના નામનો જય ઘોશ લગાવવાનો રેકોર્ડ અને લાખનો સંખ્યામાં લાડુ બનાવવાનો રેકોર્ડ બનાવવામાં આવ્યો છે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

શિયાળાની શરૂઆત થતા જ ફેમસ વઢવાણામાં 10 હજાર વિદેશી પક્ષીઓએ ડેરો જમાવ્યો


મહેસાણાના ઊંઝા ઉમિયા નગરી ખાતે 800 વિઘા જમીન પર સાંસ્કૃતિક ડોમમાં આજે લક્ષચંડીને લઈને 3 રેકોર્ડ બૂક કરાવ્યા હતા. જે રેકોર્ડ એશિયન બુક ઓફ રેકોર્ડસમાં બૂક કરાવીને લક્ષચંડી અવસરને વધુ એક મોરપીંછ ઉમેર્યું હતું. લક્ષચંડીને લઈને પાટીદારોએ પોતાની શક્તિ આયોજન સાથે કામ અને તે પણ એકતા સાથે કામ કરીને બતાવી જાણી હતી. 20 હજાર ફુગ્ગામાં ફોરેસ્ટ ખાતા દ્વારા 18 જાતના બીજ ફુગામાં ભરીને બલૂન હવામાં ઉડાડીને રેકોર્ડ બનાવ્યો છે. આ બીજ જે જગ્યા પર પડશે, ત્યાં પકૃતિનું જતન થઈને ત્યાં વૃક્ષનો ઉછેર થશે તેવું આયોજન કરાયું હતું. સાથે આજે માં ઉમિયાના જયઘોશ 3 વાર મોટી સંખ્યામાં બોલીને જયકારાના નારો પાટીદાર સમાજે કરીને રેકોર્ડ આજે બનાવ્યો હતો. સાથે 16 લાખ 80 હાજરથી વધુ લાડુ ભક્તોને ભોજનમાં પીરસવા માટે ત્યારે કરવામાં આવ્યા હતા. તે લાડું એક જ જગ્યા પર એક જ અવસર માટે બનાવવા મામલે આજે પાટીદારોએ રેકોર્ડ બનાવ્યો હતો. જ્યારે અનેક રેકોર્ડ આ અવસરમાં બનશે તેવા એધાણ પણ છે. સાથે 5 દિવસના આ અવસરમાં અનેક મહાનુભાવો સહિત ખાસ ધર્મગુરુ પણ હાજરી આપીને કાર્યક્રમને શોભાવશે તેવું આયોજન પણ કરવામાં આવ્યું છે.


ગઈકાલે સાંજે ઊંઝા ઉમિયા માતા મંદિર દ્વારા આજથી પાટીદાર સમાજે પોતાનો પાવર બતાવી જાણ્યો છે. જ્ઞાન સાથે વિજ્ઞાન અને ધર્મના સાહિયાર આ અવસરમાં પાટીદારોએ આજથી ઉમા નગરીમાં બીજું ઊંઝા બનાવી નાખ્યું છે. ગઈકાલે પાટીદાર સમાજે ત્રણ રેકોર્ડ એશિયન બુક્સ રેકોર્ડમાં બુક કરાવીને ફરી એકવાર પોતાની તાકત બનાવી જાણી છે. જેમાં રાજ્ય સરકારે કરોડો રૂપિયા ઊંઝામાં આપીને આ અવસરને વધાવતા સ્થાનિક ધારાસભ્ય આશાબેન પટેલે રાજ્ય સરકારનો આભાર વ્યક્ત કર્યો હતો. એક અંદાજ મુજબ માત્ર ઊંઝામાં 80 કરોડ રૂપિયાના રોડ રસ્તા વીજળી અને પાણી માટે સહિત વિવિધ સ્ટોલ સહિત શિક્ષણ માટે 80 કરોડથી પણ વધુની રકમ આપીને પાટીદાર સમાજને આકર્ષિત કરવાનો પ્રયાસ કર્યો છે.


18 ડિસેમ્બરથી 22 ડિસેમ્બર સુધી મહાયજ્ઞનું આયોજન કરવામાં આવ્યું છે. 4 દિવસમાં અનેક કલાકારો, ગાયકો સ્ટેજ પર પરફોર્મન્સ પણ આપશે. સાથે જ તમામ રાજકીય પક્ષના નેતાઓને પણ આમંત્રણ આપવામાં આવ્યું છે. આજે સાંજના સમયે મુખ્યમંત્રી વિજય રૂપાણી પણ ઉમિયાધામ આવશે અને મા ઉમિયાના આશીર્વાદ લેશે. તો કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ 19 ડિસેમ્બરના રોજ હાજર રહેશે. છત્તીસગઢના મુખ્યમંત્રી ભૂપેશ બઘેલ અને બિહારના મુખ્યમંત્રી નીતિશ કુમાર પણ હાજરી આપશે. 800 વિઘા જમીનમાંથી 300 વિઘા જમીન પર 80 ફૂટ જેટલી યજ્ઞ શાળા તેમજ બાળ નગરી, સાંસ્કૃતિક કાર્યકમો, સાત્વિક ભોજન પ્રસાદ, વિવિધ થીમ આધારિત એક્ઝિબિશન, પાર્કિગ, વીઆઈપી પાર્કિગ મીડિયા અને માર્ગદર્શન સહાયતા કેન્દ્ર તાત્કાલિક સારવાર માટે મેડિકલ સેન્ટર ઉભું કરવામાં આવ્યું છે. આ મહાયજ્ઞમાં ઘર દીઠ દીવો અને 11 હજાર પાટલા તેમજ અતિથિ દેવોની ભવની ભાવના આકર્ષણનું કેન્દ્ર છે. 


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube


સમગ્ર ગુજરાતના સમાચાર જુઓ એક ક્લિક પર...