અલકેશ રાવ/બનાસકાંઠા: પાલનપુરમાં ધોરણ 7 અભ્યાસ કરતા ત્રણ વિદ્યાર્થીઓને અકસ્માતોની ઘટનાઓને અટકાવવા માટે અઠવાડિયાની મહેનત બાદ ફક્ત 1200 રૂપિયામાં એક અનોખું ચશ્માં ડિવાઈસ બનાવ્યું છે. જેમાં વાહન ચાલકનું ધ્યાન ભટકે અથવા તેને ઊંઘ આવે તો ડિવાઈસ એક્ટિવ થઈ અલાર્મ વગાડે છે અને વાહન ચાલક એલર્ટ થઈ જાય છે અને અકસ્માત નિવારી શકે છે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ગુજરાત સહિત દેશભરમાં દરરોજ અનેક અકસ્માતો સર્જાય છે જેના કારણે અનેક લોકો જીવ ગુમાવતા હોય છે. જોકે મોટાભાગના અકસ્માતો વાહનચાલકોનું ધ્યાન ભટકે અથવા તો આંખ બંધ થઈ જવાના કારણે થતા હોય છે. જેને લઈને આ સમસ્યાનું સમાધાન લાવવા માટે બનાસકાંઠાના મુખ્ય મથક પાલનપુરની વિદ્યામંદિર સ્કૂલમાં ધોરણ 7માં અભ્યાસ કરતાં વિદ્યાર્થી યશ પટેલ, મેસ્વ પટેલ અને નમ્ર પ્રજાપતિએ શાળાના શિક્ષક અને ટેકનિકલ એક્સપર્ટ હિતેન પટેલ સાથે મળી એક એવું ચશ્માં ડિવાઇસ બનાવ્યું છે. જેમાં વાહન ચલાવતી વખતે તે પહેરવાથી વાહન ચાલકનું ધ્યાન ભટકે અથવા તો તેને ઊંઘ આવે તો 3 સેકેન્ડમાં ઓટોમેટિક ડિવાઇસનું અલાર્મ ચાલુ થઈ જાય છે અને તે ચાલકને એલર્ટ કરી દેશે. જેના કારણે અકસ્માત થતો બચી શકે.



આ ડિવાઇસની વાત કરીએ તો તેમાં જુના ચશ્માં, એક બેટરી, એક માઈક્રો કંટ્રોલર, પ્રોક્સીમીટી સેન્સર અને બઝરનો ઉપયોગ કરી ડિઝાઈન બનાવીને ડિવાઇસ તૈયાર કરવામાં આવ્યું છે. સતત અઠવાડિયાની લગાતાર મહેનત બાદ મામુલી 1200 રૂપિયા જેટલો ખર્ચ કરી ડિવાઇસ તૈયાર કર્યું છે. જેનું નામ વિધાર્થીઓએ ડ્રાઈવર એલર્ટ સિસ્ટમ આપ્યું છે. જેમાં વાહનચાલકો ડિવાઇસ પહેરીને ડ્રાઇવિંગ કરે તો વાહન ચાલકનું ધ્યાન ભટકે અથવા તેને ઊંઘ આવે તો ત્રણ સેકન્ડમાં ડિવાઇસ એક્ટિવ થઈ અને અલાર્મ વાગવાનું ચાલુ થઈ જાય છે અને ડ્રાઈવરને એલર્ટ કરે છે. જેથી કરી અકસ્માતોની સંખ્યામાં ઘટાડો થશે વિદ્યાર્થીઓ અને ટેકનિકલ એક્સપર્ટ આશા વ્યક્ત કરી છે કે લોકો યુઝ કરતા થાય અને અકસ્માતોની સંખ્યા ઘટાડી શકે અને લોકોનો જીવ જતો બચી શકે.



આ ડિવાઇસ અમે અઠવાડિયામાં ફક્ત 1200 રૂપિયામાં બનાવ્યું છે. જેમાં દાદાના જુના ચશ્માં, બેટરી, માઈક્રો કંટ્રોલર, પ્રોક્સીમીટી સેન્સર અને બઝરનો ઉપયોગ કર્યો છે. જેમાં પોગ્રામિંગ કર્યું છે. જેથી ચાલકનું ધ્યાન હટે કે તેને ઊંઘ આવે તો એલાર્મ વાગે છે અને ચાલકને એલર્ટ કરે છે. અમે રિશેષમાં અકસ્માતની ચર્ચા કરી રહ્યા હતા તો અમને તેનું કારણ જાણવા મળ્યું કે ચાલકનું ધ્યાન ભટકે અથવા તેને ઊંઘ આવે તેવી સ્થિતિમાં મોટાભાગના અકસ્માત થાય છે જેથી અમે આ ડિવાઇસ બનાવ્યું છે. 



તો વિધાર્થીઓને આ ડિવાઇસ બનાવવામાં મદદ કરનાર સ્ફુલના શિક્ષક અને ટેકનીકલ એક્સપર્ટ હિતેન પટેલનું કહેવું છે કે, સૌપ્રથમ વિદ્યાર્થીઓ મારી પાસે પ્રોબ્લેમ લઈને આવ્યા હતા અને કહ્યું હતું કે રોજબરોજ અકસ્માતો વધી રહ્યા છે. મૃત્યુઆંક વધી રહ્યો છે, ત્યારબાદ અમે વિચાર કરી અને એક ટીમ બનાવી. વિદ્યાર્થીઓ સાથે મળીને પ્રોજેક્ટ પર કામ ચાલુ કર્યું. સ્વાભાવિકપણે ટેકનોલોજીમાં આ કામ પોસિબલ હતું તો અમે એક માઈક્રો કન્ટ્રોલર બજર એક પ્રોક્સિમીટી સેન્સર અને એક બેટરી અને એક ચશ્માં એના પર ડિઝાઇન કરી અને પરફેક્ટ રીતે બનાવ્યુ છે.


આ ડિવાઈસ બનાવતા લગભગ અઠવાડિયાનો સમય થયો છે. ડિવાઈસ બનાવી અમે ટેસ્ટીગ પણ કરી લીધું છે. ટેસ્ટિંગ કર્યા બાદ પરફેક્ટ ડિવાઇસ ચાલે છે. આ ડિવાઇસને આશા રાખું છું બધા લોકો યુઝ કરતા થાય અને અકસ્માતોની સંખ્યા ઓછી થાય, ડ્રાઇવર ડિવાઇસ પહેરી લે એના પછી ડ્રાઇવરનું ધ્યાન આજુબાજુ જાય કે ડ્રાઈવરને ઊંઘ આવે છે. ત્યારે ડિવાઇજ એક્ટિવ થઈ જાય છે. તેનાથી ચાલક એલર્ટ થાય છે અને અકસ્માત અટકે છે. અમે આ ડીવાઇઝમાં હજુ સુધારા કરીશું. જેથી આ ડિવાઇસ સંપૂર્ણપણે ચશ્માં જ દેખાય અને તેની પ્રોપર ડિઝાઇન બને આને અમે પેટર્ન પણ કરાવવાનું વિચારી રહ્યા છીએ. જેથી આવનાર સમયમાં વાહન ચાલકોને મોટો ફાયદો થાય. આ ડિવાઇસ ખુબજ ઉપયોગી છે અમે તેની પેટર્ન કરાવીશું



દેશમાં સૌથી વધુ મોત અકસ્માતના કારણે થઈ રહ્યા હોવાથી સ્કૂલમાં વિધાર્થીઓએ તેની ચિંતા કરી અકસ્માત નિવારણ માટે આ ડિવાઇસ તૈયાર કર્યું છે. ત્યારે વિધાર્થીઓના આ નાનકડા પ્રયાસ પરંતુ ખુબજ ઉમદા અને ઉપયોગી કાર્યને લોકો બિરદાબી રહ્યા છે.


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube