જયેશ દોશી/નર્મદા: જિલ્લાના હેલંબી ગામ પાસે બે બાઈક સામ-સામે અથડાતા ત્રણ યુવાનોના મોત થયા છે. જ્યારે એક યુવક ગંભીર રીતે ઘાયલ થયો છે. અકસ્માત થતા એક યુવાનનું ઘટનાસ્થળે જ મોત થયું હતું જ્યારે 1 રાજપીપલા સિવિલમાં અને અન્ય 1નું વડોદરા દવાખાને લઇ જતા સમયે મોત થયું હતું. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

પ્રતાપપરા ગામના યુવાનો પોતાનું કામ પૂર્ણ કરી બાઇક પર પોતાના ગામ જતા હતા તે સમયે ઘટના બની હતી. મહત્વનું છે, કે આ ત્રણેય યુવાનો ભાજપ યુવા મોરચાની રેલીમાં ભાગ લેવા જઈ રહેલા કાર્યકરની બાઇક સાથે અકસ્માત થયો હતો. હાલ પોલીસે મૃતકના પરિવારજનોની ફરિયાદ લઈને વધુ તપાસ હાથ ધરી છે.


લોકસભા ચૂંટણી 2019: આગામી 48 કલાક સુધી રાજ્યમાં પ્રચાર પડઘમ શાંત



અકસ્માતમાં ઘાયલ ભાજપના યુવા મોરચાના કાર્યકરને વડોદરા સયાજી હોસ્પિટલમાં ખસેડાયો છે. જે ગંભીર રીતે ઘાયલ થયો છે. મહત્વનું છે, કે અકસ્માત થતા જ રસ્તાઓ પર ટ્રાફિક જામની સ્થિતિનું નિર્માણ થયું હતું. સ્થાનિક લોકોને ટોળે ટોળા ઘટના સ્થળે એકઠા થયા હતા. ઘટના સ્થળે પહોંચીને પોલીસે ટ્રાફિક દૂર કરીને તપાસ શરૂ કરી હતી.