જય પટેલ/ વલસાડ : કોરોનાં વાયરસનાં કારણે ચીનમાં ફસાયેલા ભારતીય નાગરિકોને કાઢવાની કાર્યવાહી હજી સરકાર પુર્ણ કરી રહી ત્યાં જાપાનમાં ફસાયેલા કેટલાક નાગરિકોને કાલે કાઢવામાં આવ્યા હતા. જો કે આજે ઇરાનમાં પણ 300થી વધારે ભારતીયો ફસાયા હોવાનાં સમાચાર સામે આવી રહેલા છે. ફસાયેલા લોકો પૈકી મોટા ભાગનાં ગુજરાતીઓ હોવાનું સામે આવ્યું છે. આ લોકો વીડિયો બનાવીને સરકાર તેમને બચાવે તેવી અપીલ વિદેશ મંત્રાલય અને સરકારને કરી રહ્યા છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ટ્રમ્પની મુલાકાત વખતે થઇ હતી કોન્સ્ટેબલની હત્યા! તપાસ બાદ થયો મોટો ઘટસ્ફોટ

ઇરાનમાં રહેલા આ નાગરિકો કોરોનાં વાયરસનાં કારણે રદ્દ થયેલી ફ્લાઇટ્સનાં કારણે ફસાયા છે. ઇરાનનાં ચિરૂ બંદર ખાતે આ તમામ નાગરિકો ફસાયેલા છે. તેઓ ટ્વીટ કરીને, વીડિયો બનાવીને વિવિધ સોશિયલ મીડિયા દ્વારા સતત તેમને બચાવવાની અપીલ કરી રહ્યા છે. તે પૈકી મોટા ભાગનાં ન માત્ર ગુજરાતનાં પરંતુ વલસાડ જિલ્લાનાં ઉમરગામ તાલુકાનાં જ છે. જેથી તેઓ પોતાનાં વિસ્તારનાં ધારાસભ્યથી માંડીને વડાપ્રધાન સુધી તમામને ટેગ કરીને પોતાનો બચાવ થાય તે માટે વિનંતી કરી રહ્યા છે. 


કપાસમાં કૌભાંડ ! સાબરકાંઠામાં મહારાષ્ટ્રથી સસ્તું કપાસ લાવી મોંઘા ભાવે સરકારને ચિપકાવાય છે?

રાજ્યનાં વન અને આધિજાતી મંત્રી રમણભાઇ પાટકરે કેન્દ્ર સરકારને આ અંગે જાણ કરી છે. શક્ય તેટલી ઝડપથી તેમને બચાવવા માટે સરકાર પહેલ કરે તેવી અપીલ કરી છે. ફસાયેલા તમામ લોકો કામકાજ માટે ઇરાન ગયા હતા. જો કે હવે તેઓ ફસાઇ જતા તેમનાં અહીંના પરિવારમાં પણ ભારે ચિંતા ફેલાઇ છે. હાલ તો સ્થાનિક આગેવાનો દ્વારા તમામ લોકોનાં પરિવારને સાંત્વના આપવામાં આવી રહી છે. જો કે સરકાર આ અંગે ઝડપથી કોઇ પગલા ઉઠાવે તે જરૂરી બન્યું છે.


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube