ચેતન પટેલ/સુરત :સુરતના વરાછા વિસ્તારમાં આવેલા એલ એચ રોડ અર્ચના સ્કૂલની બાજુમાંથી ગત 8મી જાન્યુઆરીના રોજ 14 વર્ષ અને 9 માસની કિશોરીનું લગ્નની લાલચે અપહરણ કરવામાં આવ્યું હતું. આ મુદ્દે આરોપી કમલેશ જોધાભાઈ ભાલીયા સામે કિશોરીના પિતાએ વરાછા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી. ઘટનાના આટલા દિવસો વિત્યા છતા હજી પણ કિશોરીની ભાળ મળી નથી. ત્યારે આજે કિશોરીના પરિવાર અને સમાજના આશરે 300 જેટલા લોકો વરાછા પોલીસ મથકે પહોંચ્યા હતા અને પોલીસ તપાસ ઝડપી કરવાની માંગ કરી હતી.


India vs New Zealand: અમ્પાયરની નજરમાં ન ચઢી મનીષ પાંડેની આ મોટી મૂર્ખામી, નહિ તો ચિત્ર કંઈક જ હોત....  


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ખરક સમાજની 14 વર્ષીય કિશોરી અપહરણ મામલે આજે પરિવાર અને સમાજના લોકો મોટી સંખ્યામાં વરાછા પોલીસ મથક પહોંચ્યા હતા. પરિવારનો આરોપ છે કે, વરાછા પોલીસ તેઓને વારંવાર ધક્કા ખવડાવે છે. પરિવાર અને સમાજના 300 થી વધુ લોકો વરાછા પોલીસ મથકે પહોંચ્યા હતા. ન્યાયની માગ સાથે પોલીસ મથકે ટોળું પહોંચ્યું હતું. પોલીસ દ્વારા ધીમી કામગીરીને લઈને પરિવારનો વિરોધ નોંધાવ્યો હતો. કિશોરીના પરિવારસભ્યોએ જણાવ્યું હતું કે, કમલેશભાઈ જોધાભાઈ ભાલીયા દીકરીને ઉપાડી ગયો હતો. તે જ દિવસે પોલીસ ફરિયાદ વરાછા પોલીસ સ્ટેશનમાં નોંધાવી હતી. પોલીસને આરોપીના બહેનના ઘરેથી મારી દીકરીના ઓળખના પુરાવા પણ મળી આવ્યાં છે. તે તપાસમાં કબજે લીધેલા છે. પરંતુ અન્ય કોઈ કાર્યવાહી કરાઈ નથી. તમામના નિવેદનો જ લેવામાં આવે છે. આરોપી અમારી દીકરીને લઈને તેના વતનમાં નાસી ગયો હોય તે અંગે અમે આશંકા દર્શાવી હોય ત્યાં પણ તપાસ કરી નિવેદનો લેવાય છે. અમને રાજકીય દબાણમાં યોગ્ય તપાસ થઈ રહી નથી. 


મહેસાણા : ચીફ એન્જિનયરે પુલ વળી જવાની ઘટનામાં આપ્યું એવુ કારણ કે ગળે ઉતરે નહિ...


પરિવારે પોલીસને પાંચ દિવસમાં દીકરીને શોધી કાઢવા અલ્ટીમેટમ આપ્યું છે. તો સાથે સમાજના આગેવાન કિશોરભાઈએ પણ કહ્યું કે, અમારા સમાજની 14 વર્ષની દીકરીનું અપહરણ થયું છે. પોલીસ નિષ્ક્રીય રીતે કામ કરી રહી છે. તપાસ લિગલી થતી નથી, નિવેદનો ખોટા લે છે. અમારી પાસે પુરાવા છે છતાં કંઈ કરતી નથી. પોલીસ તપાસ કરે તો સો ટકા રિઝલ્ટ આવે તેવુ છે. તેથી તેને વહેલી તકે શોધી આપવામાં આવે. 


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube


ગુજરાતના સમાચાર જાણવા માટે કરો ક્લિક