મૌલિક ધામેચા/અમદાવાદ: અમદાવાદમાં દારૂના અડ્ડાઓથી જાણીતા કુબેરનગર અને છારાનગર વિસ્તારના કેકાડીવાસ અને અન્ય વિસ્તારોમાં દારૂની રેડ કરવામાં આવી હતી. જેમાં હજારો લીટરથી વધુ વોશનો નાશ કરવામાં આવ્યો હતો. સાથે જ પોલીસની દસ ટુકડીઓએ આ રેડની કાર્યવાહી દરમ્યાન 30થી વધુ કેસો કરી કોમ્બિન્ગની કાર્યવાહી હાથ ધરી હતી.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ગુજરાતમાં દારૂ બંધી છે કદાચ તેવું કહેવું હાસ્યસ્પદ બની ગયું છે. અમદાવાદની કુબેરનગર ચોકીને અડીને આવેલા છારાનગરની ચાલીઓમાં પોલીસ દ્વારા અગાઉ પણ આજની જેમ રેડ કરવામાં આવી હતી. પરંતુ તેમ છતાંય છારાનગરમાં વાંરવાર દેશી દારૂની હાટડીઓ યથાવત સ્થતિમાં જ હોય છે. ઉચ્ચ પોલીસ અધિકારીઓની બદલી કે પોસ્ટિંગ થતાંની સાથે જ આવા પ્રકારની પ્રોહિબિશન ડ્ર્રાઈવના નામે રેડ કરવામાં આવતી હોય છે. ફરી એક વાર આ જ રીતે પોલીસે આ જ જગ્યાઓ પર રેડ કરી હતી. પોલીસની 10 ટુકડીઓના 300 જેટલા પોલીસકર્મીઓએ આ રેડ દરમિયાન હજારો લીટરથી વધુ દારૂ અને વોશનો નાશ કર્યો હતો. 30 જેટલા કેસ કરી અનેક આરોપીઓની ધરપકડ કરી હતી. 


ગુજરાતના રાજકારણમાં ગરમાવો, શંકરસિંહ વાઘેલા જોડાશે NCPમાં


હાલ તો સેક્ટર 2 પોલીસે કોમ્બિન્ગ નો  નવો એક્શન પ્લાન ઘડ્યો છે. જેમાં છારાનગરની સાથે સાથે હવે રોજેરોજ અલગ અલગ વિસ્તાર ખાતે પણ સર્ચ કરાશે. જેમાં તમામ વિસ્તારમાં લિસ્ટેડ બુટલેગરો, હિસ્ટ્રીશિટર તમામ લોકો સામે કાર્યવાહી કરાશે. સાથે જ ટ્રાફિક સહિત વોન્ટેડને પણ ચૂંટણી પહેલા પકડી કાર્યવાહી કરવામાં આવશે.