સ્નેહલ પટેલ, ડાંગ: ભારે વરસાદના કારણે ડાંગ જિલ્લાના સુબિર તાલુકામાં વરસાદી પાણી ભરાઇ ગયા છે. ત્યારે સુબિરના મહાલ ખાતે પૂર્ણા નદીના પાણી ભરાઇ જતા 300 જેટલા વિદ્યાર્થીઓ અને શિક્ષકો ફસાઇ ગયા હતા. ફોરેસ્ટના કર્મચારીઓ દ્વારા રેસ્ક્યૂ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું અને તમામ વિદ્યાર્થીઓને મહાલના વન વિભાગના રેસ્ટ હાઉસમાં આશરો આપ્યો છે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

આ પણ વાંચો:- મધરાત્રે તળાવ ફાટતા ત્રણ ગામો બેટમાં ફેરવાયા, 1 વ્યક્તિ ડૂબ્યો


ડાંગમાં ભારે વરસાદને કારણે જિલ્લાની પૂર્ણા નદી ગાંડીતુર બની છે. જેના કારણે પૂર્ણા નદીના પાણી સમગ્ર મહાલ વિસ્તારમાં પસરી ગાયા છે. જેના કારણે મહાલ ખાતે આવેલ એખલવ્ય મોડેલ સ્કૂલમાં પૂર્ણા નદીના પાણી ભરાઇ જતા 300 જેટલા વિદ્યાર્થીઓ અને શિક્ષકો ફસાઇ ગયા હતા. ઉત્તર ડાંગના ફોરેસ્ટના કર્મચારીઓએ આ વિદ્યાર્થીઓ તેમજ શિક્ષકોને રેસ્ક્યૂ કરી બહાર કાઢ્યા હતા. ત્યારે આ તમામ વિદ્યાર્થીઓને મહાલના વન વિભાગના રેસ્ટ હાઉસમાં આશરો આપ્યો છે.


આ પણ વાંચો:- પાટણ: યુજીવીસીએલના ક્લાસ 1 અધિકારી 10 હજારની લાંચ લેતા ઝડપાયા


છેલ્લા કલાકમાં સૌથી વધુ સુબિર તાલુકમાં 11 ઈંચ વરસાદ નોંધાયો છે. ડાંગમાં ભારે વરસાદને પગલે શિક્ષણ વિભાગે શાળા કોલેજોમાં રજા જાહેર કરી છે. જિલ્લા પંચાયત સંચાલિત શાળા, ખાનગી શાળા અને કોલેજોમાં આજથી ત્રણ દિવસની રજા જાહેર કરવામાં આવી છે.


જુઓ Live TV:-


ગુજરાતના અન્ય સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો...