અલ્યા જોજો હો...! આ કોરોના ફરી છેતરી ના જાય, ગુજરાતમાં ફરી આજે પોઝિટીવ કેસમાં હનુમાન કૂદકો!
બીજી બાજુ કોરોના સામેની લડાઈમાં વલસાડનો એક દર્દી હાર્યો છે, એટલે તેનું આજે કરૂણ મોત નીપજ્યું છે. છેલ્લા 5 દિવસમાં 5 દર્દીના કોરોનાને કારણે મોત નીપજ્યા છે. કોરોનાના વધતા કેસને ધ્યાને રાખી ગુજરાતીઓએ ફરીથી સાવધાન રહેવાની જરૂર છે
ઝી ન્યૂઝ/અમદાવાદઃ ગુજરાતમાં કોરોના વાયરસના કેસ દિવસેને દિવસે વધી રહ્યા છે. જેના કારણે લોકોની સાથે સાથે સરકારની ઉંધ પણ હરામ કરી નાંખી છે. આરોગ્ય વિભાગે પણ તમામ રાજ્યોમાં કોરોનાની નવી એડવાઝરી બહાર પાડી દીધી છે. આ સાથે જ ગુજરાતમાં આજે નવા કોરોનાના 303 કેસ નોંધાયા છે. જેમાં સૌથી વધુ અમદાવાદમાં 118 કેસ નોંધાયા છે. જ્યારે 134 દર્દીઓને રજા આપવામાં આવી છે.
ગેંગસ્ટર અતિમ અહેમદને લઈ UP પોલીસ સાબરમતી જેલથી રવાના, મને મારી હત્યાનો ડર છેઃ અતીક
બીજી બાજુ કોરોના સામેની લડાઈમાં વલસાડનો એક દર્દી હાર્યો છે, એટલે તેનું આજે કરૂણ મોત નીપજ્યું છે. છેલ્લા 5 દિવસમાં 5 દર્દીના કોરોનાને કારણે મોત નીપજ્યા છે. કોરોનાના વધતા કેસને ધ્યાને રાખી ગુજરાતીઓએ ફરીથી સાવધાન રહેવાની જરૂર છે અને જો કોઈપણ લક્ષણ દેખાય તો તાત્કાલિક તેની સારવાર કરાવવી જોઈએ.
સાંભળીને નવાઇ લાગશે, પણ હકીકત છે! ગુજરાતમાં શોધાયો પેટ્રોલ-ડીઝલનો તોડ, જાણીને થશે...
જાણો ગુજરાતમાં આજે ક્યાં કેટલા કેસ નોંધાયા?
ગુજરાતમાં નોંધાયેલા કોરોના કેસની વાત કરીએ તો, આજે સૌથી વધુ અમદાવાદ કોર્પોરેશનમાં 118 કેસ નોધાયા છે, ત્યારબાદ રાજકોટ કોર્પોરેશન 30, સુરત કોર્પોરેશન 25, મોરબી 17, વડોદરા 16, રાજકોટ 14, વડોદરા કોર્પોરેશન 14, સુરત 8, અમરેલી 6, જામનગર કોર્પોરેશન 6, મહેસાણા 6, સાબરકાંઠા 6, ભાવનગર કોર્પોરેશન 5, કચ્છ 5, બનાસકાંઠા 4, પાટણ 4, વલસાડ 4, ગાંધીનગર કોર્પોરેશન 3, પોરબંદર 3, અમદાવાદ 2, આણંદ 2, નવસારી 2, ભરૂચ 1, ભાવનગર 1 અને ખેડામાં 1 કેસ નોંધાયો છે. આમ, સમગ્ર ગુજરાતમાં કોરોના વાયરસના 303 કુલ કેસ નોંધાયા છે.
લોકસભામાં બધાની ડિપોઝિટ થશે ડૂલ,બધી બેઠક પર 5 લાખની લીડ મેળવવા શું છે BJPનો ગેમપ્લાન
બીજી તરફ, આજે કોરોનામાંથી 134 દર્દીઓને ડિસ્ચાર્જ કરવામાં આવ્યા છે. હાલ ગુજરાતમાં કોરોના વાયરસના કુલ 1697 એક્ટિવ કેસ છે. જ્યારે એક દર્દીનું મોત નીપજ્યું છે. આ ઉપરાંત 5 જેટલા દર્દીને વેન્ટિલેટર પર રાખવામાં આવ્યા છે. જ્યારે 1692 દર્દીની તબિયત સ્થિર છે. ઉલ્લેખનીય છે કે, કોરોના વાયરસથી અત્યાર સુધીમાં કુલ 11053 દર્દીના મોત નીપજ્યા છે. તો 12 લાખથી વધુ દર્દી સાજા થઈને ઘરે પરત ફર્યા છે.
એર ઈન્ડિયા અને નેપાળ એરલાયન્સના પ્લેન હવામાં ટકરાવાથી બચ્યા, ટળી ગઈ મોટી દુર્ઘટના