હિતલ પારેખ/ગાંધીનગર: લોકસભાની ચૂંટણીમાં મતદાન દરમિયાન ચૂંટણી પંચને ગુજરાતના તમામ વિસ્તારોમાંથી કુલ મળીને લગભગ 31 જેટલી ફરિયાદો મળી છે. જેમાં બેનર,પોસ્ટરો, બોગસ એજન્ટ,રોકડ રકમ સહિતની ફરિયાદો મળી છે. જૂનાગઢમાં 1 વ્યક્તિ પાસેથી 30 લાખ બિન હિસાબી નાણું મળી આવતા ચૂંટણી પંચમાં ફરિયાદ કરવામાં આવી છે. 


Loksabha Election LIVE : ગુજરાતમાં સાંજે 5.00 કલાક સુધી સરેરાશ 58.90% મતદાન, બે મોત


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ચૂંટણી પંચે તમામ સ્થાનિક ચૂંટણી અધિકારીઓ પાસે રિપોર્ટ મંગાવ્યો



શહેર મળેલી ફરિયાદ
ગાંધીનગર 0
અમદાવાદ 9
સુરત 1
જૂનાગઢ 3
પંચમહાલ 1
પોરબંદર 1
ગીર સોમનાથ 1
વલસાડ 1
વડોદરા 1
ભાવનગર 3
અમરેલી 2
છોટા ઉદેપુર 1
રાજકોટ માં 1
દાહોદ 1
જામનગર 1


લોકસભાની ચૂંટણીમાં ડાંગ જિલ્લાના દેવડા ગામમાં પાકારોડને લઈને ચૂંટણીનો બહિષ્કાર કરતા કલેક્ટરએ તપાસના આદેશ આપ્યા હતા. અમદાવાદમાં 100 મીટરની અંદર મોટી સંખ્યામાં પાર્ટીઓના પોસ્ટરો પણ દેખાયા હતા. જેને અનુલક્ષીને  જીપીસીસીએ ચૂંટણી પંચ સમક્ષ ફરિયાદ પણ કરી છે.