અમદાવાદ: નવા વર્ષની શરૂઆતને હવે ગણતરીના કલાકો જ બાકી છે.. આ નવા વર્ષને આવકારવા માટે યુવાઓમાં થનગનાટ છે.. ઠેર ઠેર પાર્ટી અને ઉજવણીના કાર્યક્રમો રાખવામાં આવ્યા છે પરંતુ, આ ઉજવણી સાચવીને કરવી જરૂરી છે.. જી હાં, નવા વર્ષની ઉજવણીમાં નશો કરવાનું વિચાર્યું તો ગયા સમજજો.. રાજ્યના તમામ મોટા શહેરોમાં નવા વર્ષની ઉજવણી માટે પોલીસે ગાઈડલાઈન બનાવી છે અને જો કોઈ પણ નશો કરતા ઝડપાશે તો તેની ખેર નહીં.. જુઓ આ રિપોર્ટ.. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

વર્ષ 2025 એટલે કે નવા વર્ષની શરૂઆત થવાને હવે ગણતરીના કલાકો બાકી રહ્યા છે. ગણતરીના કલાકોમાં વર્ષ 2024 પૂર્ણ થશે. અમદાવાદ શહેરમાં થર્ટી ફર્સ્ટની ઉજવણી માટે લોકો અધીરા બન્યા છે, તો શહેર પોલીસ પણ કાયદો અને વ્યવસ્થા બાબતે સજ્જ બની છે.. શાંતિપૂર્ણ માહોલમાં ઉજવણી થાય તે માટે  અમદાવાદ શહેર પોલીસના 6000 જેટલા પોલીસ જવાનો સુરક્ષામાં માટે તૈનાત રહેશે.. 31 ડિસેમ્બરને પગલે 6 હજારથી વધુ પોલીસકર્મીઓ વિવિધ વિસ્તારોમાં નાકાબંધી અને પેટ્રોલિંગ કરશે.. પોલીસ બ્રેથ એનાલાઈઝર સાથે વાહનચાલકોનું ચેકિંગ કરશે.


31 ડિસેમ્બરના રોજ નવા વર્ષની ઉજવણીને લઇને ઘણા વિસ્તારોમાં મોડી રાત સુધી મોટી સંખ્યામાં જનમેદની ભેગી થતી હોય છે અને નવા વર્ષની ઉજવણી કરતી હોય છે. ન્યૂ યર પાર્ટી દરમિયાન કોઇ અશ્લીલતાનું પ્રદર્શન થાય નહીં તેની કાળજી રાખવી  મહિલાઓનો માન મરતબો જળવાય તે રીતે પાર્ટીનું આયોજન કરવાનું રહેશે. ક્યાંય પણ મહિલાઓને ન છાજે તેવું વર્તન કે બીભત્સ વર્તન કે પ્રદર્શન થવું જોઇએ નહીં. કોઇ અનિચ્છનીય બનાવ બનશે તો સઘળી જવાબદારી કાર્યક્રમના આયોજકોની રહેશે.


આ પણ વાંચોઃ અમદાવાદનો આ બ્રિજ  2 જાન્યુઆરીથી વાહન વ્યવહાર માટે થશે બંધ, જાણો લો વૈકલ્પિક માર્ગ


રાજ્યભરના અલગ અલગ શહેરોમાં પોલીસ 31stની ઉજવણીને લઈને એક્શનમાં છે.. વડોદરામાં પોલીસ દ્વારા છેલ્લા એક સપ્તાહથી કોમ્બિંગ હાથ ધરવામાં આવ્યું છે.. આ ઉપરાંત નવા વર્ષની ઉજવણી શાંતિપૂર્ણ માહોલમાં થાય તે પ્રમાણેની તૈયારીઓ કરવામાં આવી છે.. 


પોલીસ કમિશનર દ્વારા દારૂની ડ્રાઇવ રાખવામાં આવી છે.. જેમાં લિસ્ટેડ બુટલેગરોને રોજેરોજ ચેક કરી, પ્રોહિબિશન અંગેના વધુમાં વધુ કેસો શોધાય તે અંગે અસરકારક કામગીરી કરાવામાં આવી રહી છે.. તેમજ લિસ્ટેડ બુટલેગરો વિરૂધ્ધ અસરકાર અટકાયતી પગલાં લેવા સૂચના કરવામાં આવી છે.. સઘન વાહન ચેકિંગ, શંકાસ્પદ વ્યક્તિઓ, ગેર કાયદેસર વસ્તુઓની હેરાફેરી, નશાકારક વસ્તુઓની હેરાફેરી તેમજ આંતકવાદી પ્રવૃતિઓને ધ્યાને રાખી સતત તકેદારી રાખવામાં આવશે.


માત્ર અમદાવાદ અને  વડોદરામાં જ નહીં સુરતમાં પોલીસે ન્યુ યર પાર્ટી અને રેવ પાર્ટીઓમાં ડ્રગ્સ સેવન પર લગામ કસવા માટે અદ્યતન ડ્રગ્સ ડિટેક્શન એનેલાઇઝર મશીન સાથે રોડ પર ઊતરી ચેકિંગ શરૂ કરી દીધું છે.. ત્યારે આ નવા વર્ષની ઉજવણી શાંતિૂપૂર્ણ માહોલમાં થાય તે જરૂરી છે.