ઝી બ્યુરો/ગાંધીનગર: કોરોનાના દૈનિક કેસોમાં બે દિવસથી ચઢાવ ઉતાર જોવા મળી રહ્યો છે. ત્યારે ફરીવાર આજે કોરોના કેસમાં ઉછાળો જોવા મળી રહ્યો છે. આજે ફરી રાજ્યમાં દૈનિક કેસમાં સામાન્ય ઉછાળો જોવા મળ્યો છે. સાંજે 5 વાગ્યા સુધીમાં વીતેલા 24 કલાક દરમિયાન કોરોનાના નવા 323 કેસ નોંધાયા છે. જ્યારે 382 દર્દીઓ સારવાર બાદ સાજા થતાં તેમને રજા આપવામાં આવી છે. આમ અત્યાર સુધીમાં કુલ 12,74,958 લોકો કોરોનાને મ્હાત આપવામાં સફળ થયા છે. આ સાથે રાજ્યમાં કોરોનાનો રિકવરી રેટ 98.98 ટકા પર પહોંચી ચૂક્યો છે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ઓ તારી! સ્મશાન ગૃહોમાં કોન્ટ્રાક્ટરોએ તૈયાર કરી છે એવી ડિઝાઈન કે...! થયો મોટો ખુલાસો


બીજી બાજુ રાજ્યમાં કોરોનાના કુલ 2091 એક્ટિવ કેસ છે. જે પૈકી 5 દર્દીઓ વેન્ટિલેટર હેઠળ સારવાર ચાલી રહી છે. જ્યારે અન્ય 2086 દર્દીઓની હાલત સ્થિર હોવાનું જણાવાયું છે. અત્યાર સુધીમાં રાજ્યના કુલ 11,072 નાગરિકોને ભરખી ચૂક્યો હોવાનો દાવો કરવામાં આવ્યો છે.


ગાંધીનગર CRPF કેમ્પમાં હડકંપ! સબ ઈન્સ્પેક્ટરે AK-47 બંદૂકથી ગોળી મારી કર્યો આપઘાત


ગુજરાતમાં સ્વાસ્થ્ય વિભાગના આંકડા અનુસાર, નવા નોંધાયેલા 323 કેસ પૈકી સૌથી વધુ 111 સંક્રમિતો તો એકલા અમદાવાદ જિલ્લામાંથી જ સામે આવ્યા છે. આ સિવાય રાજકોટ જિલ્લામાં 9, સુરત જિલ્લામાં 38 તેમજ વડોદરા જિલ્લામાં 39 પોઝિટિવ કેસ નોંધાયા છે. જ્યારે મહેસાણા જિલ્લામાં 25, વલસાડમાં 13, ભરૂચમાં 12 તેમજ ગાંધીનગર જિલ્લામાં 19 નવા કેસ નોંધાયા છે.