ઝી બ્યુરો/અમદાવાદ: એક સાંધો ત્યાં તેર તૂટે એવી સ્થિતિ વચ્ચે અને અસ્તિત્વ ટકાવી રાખવા માટે કમરતોડ પ્રયાસ કરતી કોંગ્રેસમાં વધુ એક ભંગાણ પડ્યું છે. તાલુકા પંચાયતમાં પક્ષ વિરોધી પ્રવૃત્તિ કરનારા 34 સભ્યોને 6 વર્ષ માટે પક્ષમાંથી બરતરફ કર્યા છે. જેને લઈને સમગ્ર ગુજરાતમાં રાજકીય હલચલ વધી ગઈ છે. આ વખતે કોંગ્રેસ પ્રદેશ અધ્યક્ષ શક્તિસિંહ ગોહિલે વ્યૂહરચના પર વાત કરવાના બદલે એક્શન મોડ પર કામગીરી કરી છે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

દાહોદના રોઝમ ગામે મોટી દુર્ઘટના; નિર્માણાધીન ટાંકી ધરાશાયી, 3ના મોત, 10 ઈજાગ્રસ્ત


આ વિશે મળતી માહિતી પ્રમાણે,  લોકસભાની ચૂંટણી પહેલા ગુજરાત કોંગ્રેસ એક્શનમાં આવી ગઈ છે. તાજેતરમાં ગુજરાતની વિવિધ તાલુકા પંચાયતમાં પક્ષ વિરોધી મતદાન કરનાર સામે કોંગ્રેસનું કડક વલણ જોવા મળી રહ્યું છે. જેમાં ક્રોસ વોટિંગ કરનાર 34 સભ્યોને 6 વર્ષ માટે સસ્પેન્ડ કર્યા છે. કોંગ્રેસ પ્રદેશ પ્રમુખ શક્તિસિંહ ગોહિલે ઉદાહરણરૂપ પગલા ભરીને પક્ષવિરોધી પ્રવૃતિઓ કરનારને એક મોટો સંદેશ આપ્યો છે. આ સિવાય તાલુકા પંચાયતની ચૂંટણીના મતદાનમાં ગેરહાજર રહેનાર 9 સભ્યોને નોટીસ ફટકારી છે.


કેમનો નીકળશે ઉનાળો! આ જિલ્લામા અર્ધનગ્ન બની પાણી માટે વિરોધ! શોભાના ગાંઠિયા સમાન બની


તાલુકા પંચાયતમાં પક્ષ વિરોધી મતદાન કરનાર સામે કોંગ્રેસ લાલઘૂમ દેખાઈ રહી છે. કોંગ્રેસ પક્ષના આદેશનું ઉલ્લંઘન કરી ક્રોસ વોટિંગ કરનાર 34 સભ્યોને ૬ વર્ષ માટે સસ્પેન્ડ કરાયા છે. જી હા... કોંગ્રેસ પ્રદેશ અધ્યક્ષ શક્તિસિંહ ગોહિલે કડક પગલા ભરતા આ કાર્યવાહી કરી છે. 


ફરી કોંગ્રેસ તૂટી! પૂર્વ શહેર પ્રમુખ પ્રશાંત પટેલ સહિત 500 કાર્યકરો કરશે કેસરિયો


એટલું જ નહીં, મતદાનમાં ગેરહાજર રહેનાર 9 સભ્યોને નોટિસ ફટકારી ખુલાસો માંગ્યો છે. ગારિયાધાર, કલોલ, અબડાસા, લખતર, સરસ્વતી, સિદ્ધપુર, વિસનગર, નડિયાદ, માતર અને મહુવાના સભ્યોને નોટિસ ફટકારાઈ છે.


આ પ્રતિબંધ મૂકાશે તો સુરતના હીરા ઉદ્યોગની મુશ્કેલી વધશે, જાણો શું છે મોટું કારણ