ગાંધીનગરઃ રાજ્યમાં ચૂંટણીનો માહોલ પૂરો થવાની સાથે કોરોના વાયરસ (Corona virus) ના કેસમાં વધારો થઈ રહ્યો છે. રાજ્યમાં સતત બીજા દિવસે 300થી વધુ નવા કેસ નોંધાયા છે. છેલ્લા 24 કલાકમાં 348 કેસ સામે આવ્યા છે. તો આ દરમિયાન 294 દર્દીઓ સાજા થયા છે. ગુજરાતમાં કોરોનાને લીધે આજે એકપણ દર્દીઓના મૃત્યુ થયા નથી. ગુજરાતમાં અત્યાર સુધી કોરોનાના 2 લાખ 67 હજાર 767 કેસ નોંધાયા છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

મહાનગરોમાં વધી રહ્યાં છે કેસ
ગુજરાતમાં આજે છ મહાનગર પાલિકાની ચૂંટણીના પરિણામ આવ્યા છે. મહત્વનું છે કે અહીં ચૂંટણીની જાહેરાત બાદ સતત પ્રચાર ચાલી રહ્યો હતો. પ્રજાની ભીડ જોવા મળી રહી હતી. તેની અસર હવે જોવા મળી રહી છે. રાજકોટ, અમદાવાદ, સુરત સહિત મહાનગરોમાં ફરી કોરોનાના કેસ વધી રહ્યાં છે. 


આ પણ વાંચોઃ GujaratLocalBodyPolls: ભાજપના ભવ્ય વિજય બાદ અમિત શાહ અને જેપી નડ્ડાએ ગુજરાતની જનતાનો આભાર માન્યો


છેલ્લા 24 કલાકમાં નોંધાયેલા કેસની વિગત
અમદાવાદ શહેરમાં 69 કેસ નોંધાયા છે. તો વડોદરા શહેરમાં 67, સુરત શહેરમાં 61, રાજકોટ શહેરમાં 44 કેસ નોંધાયા છે. વડોદરા ગ્રામ્યમાં 9 કેસ સામે આવ્યા છે. જામનગરમાં 8, રાજકોટ ગ્રામ્ય 7, કચ્છ 7. આણંદ 6, ખેડા 6, મહીસાગર 6, અમદાવાદ ગ્રામ્ય 5, ગીર સોમનાથ 5, સુરત ગ્રામ્યમાં 5 કેસ નોંધાયા છે. 


રાજ્યમાં કોરોનાની આજની સ્થિતિ
ગુજરાતમાં કોરોનાના એક્ટિવ કેસની સંખ્યા 1786 છે. જેમાં 31 દર્દીઓ વેન્ટિલેટર પર છે. તો કોરોનાની સારવાર બાદ અત્યાર સુધી 261575 દર્દીઓ સાજા થયા છે. રાજ્યમાં કોરોનાના લીધે 4406 દર્દીઓના મૃત્યુ થયા છે. રાજ્યનો રિકવરી રેટ 97.69 ટકા પહોંચી ગયો છે. 


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube