બળાત્કારના કેસના ઝડપી નિકાલ માટે ગુજરાતમાં 35 ફાસ્ટ્રેક કોર્ટ બનશે: રવિશંકર પ્રસાદ
મોદી સરકારના 100 દિવસ પૂર્ણ થતા સરકારની સિદ્ધિઓને લોકો સુધી પહોચાડવા માટે કેન્દ્રીય મંત્રી રવિશંકર પ્રસાદ ગુજરાતમાં આવ્યા છે. તેમણે મોદી સરકારના વખાણ કરતા કહ્યું કે કલમ 370 દૂર કરવાનો નિર્ણય ઐતિહાસિક છે. જે માટે તેમણે પીએમ મોદી અને ગૃહમંત્રી અમિત શાહને અભિનંદન પાઠવ્યા હતા. મોદી સરકારના આ નિર્ણયને આંતરરાષ્ટ્રીય સ્તરે પણ સમર્થન મળ્યું છે. આ નિર્ણય બાદ પીએમ મોદીને યુએઈ અને બહેરીન નું સર્વોચ્ચ સન્માન મળ્યું છે.
અમદાવાદ: મોદી સરકારના 100 દિવસ પૂર્ણ થતા સરકારની સિદ્ધિઓને લોકો સુધી પહોચાડવા માટે કેન્દ્રીય મંત્રી રવિશંકર પ્રસાદ ગુજરાતમાં આવ્યા છે. તેમણે મોદી સરકારના વખાણ કરતા કહ્યું કે કલમ 370 દૂર કરવાનો નિર્ણય ઐતિહાસિક છે. જે માટે તેમણે પીએમ મોદી અને ગૃહમંત્રી અમિત શાહને અભિનંદન પાઠવ્યા હતા. મોદી સરકારના આ નિર્ણયને આંતરરાષ્ટ્રીય સ્તરે પણ સમર્થન મળ્યું છે. આ નિર્ણય બાદ પીએમ મોદીને યુએઈ અને બહેરીન નું સર્વોચ્ચ સન્માન મળ્યું છે.
કેન્દ્રીય મંત્રી રવિશંકર પ્રસાદે પત્રકાર પરિષદમાં વધુમાં જણાવ્યું કે, સમગ્ર દેશમાં 1203 ફાસ્ટટ્રેક કોર્ટ બનશે જેમાં ગુજરાતમાં 35 ફાસ્ટટ્રેક કોર્ટ બનશે. બાળકો સામેના ગુના અને બળાત્કારના કેસોમાં ઝડપી નિકાલ માટે આ કોર્ટ કામ કરશે.વધુમાં તેમણે ઉમેર્યું કે, મંગળયાન થી ચંદ્રયાનએ ભારતની અવકાશમાં મોટી સફળતા છે. પીએમએ જે રીતે ઇસરોના વડાને ગળે લગાવ્યાએ ખૂબ મોટી વાત છે.
દેશના અર્થતંત્ર પર નિવેદન
દેશમાં આ એક માત્ર ત્રિમાસિક ગાળાનો વિકાસ દર 5 ટકા આવ્યો છે. છતા પણ દેશનું અર્થતંત્ર મજબૂત સ્થિતિમાં છે. મોંઘવારી 3.1 ટકા છે, ફિસકલ ડેફીસીટ 3.4 ટકા છે. જે બંન્ને નિયંત્રણમાં છે. મોદી સરકાર બન્યા બાદ દેશમાં વિદેશી રોકાણ કારોનું પ્રમાણ 28 ટકા જેટલુ વધ્યું છે.
રાજ્યના 215 તાલુકામાં વરસાદ, દક્ષિણ ગુજરાત, મધ્ય ગુજરાત અને સૌરાષ્ટ્રમાં ભારે વરસાદની આગાહી
રક્ષામંત્રીએ પહેલા જ કહ્યું છે કે, પાકિસ્તાન સાથે હવે POK મુદ્દે જ વાત થશે. આગળ તમને સુધારો જોવા મળશે અને એના માટે કામ ચાલી રહ્યું છે. દેશમાં ટેક્સ કલેક્શનનું પ્રમાણ વધ્યું છે. પહેલા દેશમાં 3.82 કરોડ લોકો જ 2014માં ટેક્સ ભરતા હતા. હવે 2017-18 6.8 કરોડ લોકો ટેક્સ ભરતા થયા છે. દેશમાં ચાલુ લોકોએ વર્ષે 10.9 લાખ કરોડનો ટેક્સ ભર્યો છે. જીએસટી કલેક્શન ઓગષ્ટમાં 98202 કરોડ હતો. વધુમાં તેમણે કહ્યું કે,2 ઓક્ટોબરથી કોઈને પણ ઇન્કમટેક્ષની સીધી નોટિસ જશે નહિ.
Video: અમદાવાદના નવરંગપુરામાં યુવતીનું અપહરણ થયું ને લોકો જોતા રહ્યાં, યુવકને માર માર્યો
રોજગારના આંકડા
સપ્ટેમ્બર 2017- જૂન 2019 સુધીમાં 2.94 કરોડ લોકોને રોજગારી મળી છે. જ્યારે એપ્રિલ-મે 2019માં EPFOના ડેટા પ્રમાણે 20 લાખ નવા ખાતા ખુલ્યા છે. 9 કરોડ લોકોને મુદ્રા લોન આપી છે જેમાં નવા રોજગાર મળ્યા છે. 2014માં ભારતમાં ફક્ત 2 મોબાઈલ ઉત્પાદક કંપનીઓ હતી હવે 268 કંપનીઓ છે. મોબાઇલ કંપનીઓ ભારતમાં આવવાને કારણે દેશમાં 6 લાખ લોકોને રોજગાર મળી છે. 2022 સુધીમાં સમગ્ર દેશમાં બ્રોડબેન્ડ ઉપલબ્ધ થશે.
સુરતની ખોલવડ ખાડીમાં એક યુવાન તણાયો, સ્થાનિકોએ ધારાસભ્યની ઓફિસનો કર્યો ઘેરાવો
ગુજરાતના હિરા ઉદ્યોગ માટે સરકાર કામ કરી રહી છે: રવિશંકર પ્રસાદ
ગુજરાતનો હિરા ઉદ્યોગ ખુજ મોટો છે. ગુજરાત સરકાર તેના માટે કામ કરી રહી છે. કેન્દ્ર સરકાર પણ મુદ્દે ધ્યાન રાખી રહી છે, કારણ કે હિરા ઉદ્યોગ દેશમાં નામના ધરાવતો ઉદ્યોગ છે. કેન્દ્ર સરકાર બધાને સરકારી નોકરી નથી આપી શકતા પરંતુ કેન્દ્ર સરકાર રોજગારીની તકો ઉભી કરી રહી છે અને તેના માટે સતત કરામ કરવામાં આવી રહ્યું છે.
Live TV:-