ઝી બ્યુરો/સુરત: રાજ્યમાં મહિલાઓ અને યુવતીઓ શારીરિક અને માનસિક ત્રાસના કિસ્સા વધી રહ્યા છે, ત્યારે સુરતમાં 9 વર્ષની દીકરી સાથે અડપલાં કર્યાનો કિસ્સો સામે આવ્યો છે. સુરતના લિબાયત વિસ્તારમાં ઘર પાસે રહેતા મકસુંદ અસારીના ઘરમાંથી બાળકી રડતી બહાર આવતા ખળભળાટ મચી જવા પામ્યો છે. આ ઘટનામાં માહિતી મળી છે કે બાળકી બાથરૂમ કરવા ગઈ હતી, તે દરમિયાન મકસુંદ હાથ પકડી રૂમમાં લઈ ગયો હતો. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

નડતા નેતાઓને કેરમની કુકડીની જેમ કિનારે કરશે ભાજપ! ગુજરાતમાં ઘણા મોટા 'ભા' બનશે


આ ઘટનાની મળતી માહિતી પ્રમાણે, લિબાયતમાં રહેતી મહિલા કામ અર્થે બહારગામ ગઈ હતી. તેઓ પરત ફર્યા તો ઘરની બહાર તેમની 9 વર્ષની દીકરી ઘર પાસે જ રહેતા મકસૂદ આલમ કૈયુમ અન્સારીના રૂમમાંથી રડતી બહાર આવી માતાને ભેટી પડી હતી. માતાએ પૂછતાં બાળકી રડતા રડતા જણાવ્યું હતું કે તેણી બાથરૂમ જવા માટે બહાર નીકળી હતી. ત્યારે પડોસમાં રહતા મકસુંદ અન્સારીએ તેનો પીછો કર્યો હતો. બાદમાં તેને બાળકીનો હાથ પકડી બળજબરીથી તેના રૂમમાં લઇ ગયો હતો. મકસૂદે બાળકી સાથે શારીરિક અડપલાં કર્યા હતા. 


Gift City માં કોણ દારૂ પી શકશે અને કોણ નહિ, સરકારે 17 નિયમોની જાહેર કરી ગાઈડલાઈન


મકસૂદ અંકલની ગંદી હરકતો કર્યાનું આક્રંદ સાથે જણાવતાં માતા સ્તબ્ધ થઇ ગઇ હતી. તેણીએ પતિ સહિતના પરિવારજનોને વાત કરતા આખરે સમગ્ર મામલો લિંબાયત પોલીસમાં પહોંચ્યો હતો. લિંબાયત પોલીસે અપહરણ, છેડતી અને પોક્સો એક્ટ અન્વયે ગુનો નોંધ્યો હતો. ગુનો નોંધાતા મકસૂદ ફરાર થઈ ગયો હતો. પાંચેક દિવસથી ફરાર શખ્સ તેની વરાછામાં આવેલી ટેલરિંગની દુકાને પણ નહિ જતો હતો. 


કમોસમી વરસાદે આંબાના આરામનો ખેલ બગાડ્યો, કેરીના પાકને કર્યું મોટું નુકસાન


બોમ્બે માર્કેટ પાસે તેના મિત્રોને મળવા આ શખ્સ પહોંચ્યો હોવાની બાતમી વચ્ચે લિંબાયત પોલીસ ઇન્સ્પેક્ટર વી.એ. જોગરાણાએ તેને દબોચી લીધો હતો. હાલ તો આ સમગ્ર મામલે લિંબાયત પોલીસે આરોપીની વધુ પૂછપરછ હાથ છે. 


હવે આધાર બનાવવા માટે જોઇશે અધિકારીઓની મંજૂરી, પાસપોર્ટની જેમ કરાવવું પડશે વેરિફિકેશન