હિતલ પારેખ, ગાંધીનગર: રાજ્યમાં કોરોના કહેરને લઈ દિવસેને દિવસે કોરોના પોઝિટીવ કેસમાં વધારો થઈ રહ્યો છે. ત્યારે આજે ગુજરાત આરોગ્ય અગ્ર સચિવ (Principal Secretary Of Health) જયંતિ રવિ  (Jayanti Ravi)એ પ્રેસ કોન્ફરન્સ યોજી કોરોના વાયરસ (Coronavirus)ના લેટેસ્ટ આંકડા જણાવ્યા હતા. તેમણે આપેલી માહિતી પ્રમાણે આજે કુલ 363 નવા કેસ નોંધાયા છે. કોરોનાના કારણે 29 લોકોના મોત થયા છે. જ્યારે 392 લોકોને ડીસ્ચાર્જ કરવામાં આવ્યા છે. આજે અમદાવાદમાં 275 કેસ, વડોદરામાં 21 કેસ, સુરતમાં 29 કેસ, રાજકોટમાં 1 કેસ, ગાંધીનગરમાં 3 કેસ, આણંદમાં 2 કેસ, સાબરકાંઠામાં 11 કેસ, સુરેન્દ્રનગરમાં 5 કેસ, ગીર સોમનાથમાં 4 કેસ, ખેડામાં 3 કેસ, કચ્છમાં 3 કેસ, જૂનાગઢમાં 3 કેસ, મહેસાણામાં 2 કેસ અને વલસાડમાં 1 કેસ પોઝિટિવ નોંધાયો છે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

આ પણ વાંચો:- ગુજરાતમાંથી 699 સ્પેશિયલ ટ્રેન દ્વારા 10 લાખથી વધારે પરપ્રાંતિયો પહોંચ્યા વતન


જયંતિ રવિએ આપેલી માહિતી પ્રમાણે કોરોના વાયરસથી અત્યાર સુધીના કુલ પોઝિટિવ દર્દીઓનો આંકડો 13273 પર પહોંચ્યો છે. જેમાં 63 દર્દીઓ વેન્ટીલેટર પર રાખવામાં આવ્યા છે. જ્યારે 6528 દર્દીઓ સ્ટેબલ છે. આ ઉપરાંત 5880 લોકોને ડિસ્ચાર્જ કરવામાં આવ્યા છે. જો કે, કોરોના વાયરસના સંક્રમણથી રાજ્યમાં કુલ મૃત્યુઆંક 802 પર પહોંચી ગયો છે. આ સાથે રાજ્યમાં અત્યાર સુધીમાં કુલ 172562 ટેસ્ટ કરવામાં આવ્યા છે. જેમાથી 13273 કેસ પોઝિટીવ આવ્યા છે અને 159289 કેસ નેગેટીવ આવ્યા છે.


આ પણ વાંચો:- Coronavirus: વડોદરા, સુરત અને કચ્છ સહિત આ શહેરોમાં આવ્યા પોઝિટિવ કેસ


અમદાવાદમાં કોરોના પોઝિટિવનો આંકડો 9724 પર પહોંચ્યો અને કુલ 645 લોકોના મોત થયા છે. વડોદરામાં કુલ 771 કેસ નોંધાયા અને 35 લોકોના મોત થયા છે. સુરતમાં કુલ 1256 કેસ નોંધાયા અને કુલ 57 લોકોના મોત થયા છે. રાજકોટમાં 83 કેસ નોંધાયા અને કુલ 2 લોકોના મોત થયા છે. ગાંધીનગરમાં 201 કેસ, ભાવનગરમાં 114 કેસ, આણંદમાં 87 કેસ, ભરૂચમાં 37 કેસ, પાટણમાં 69 કેસ, પંચમહાલમાં 72 કેસ, બનાસકાંઠામાં 99 કેસ, નર્મદામાં 15 કેસ, છોટાઉદેપુરમાં 22 કેસ, કચ્છમાં 64 કેસ નોંધાયા છે.


આ પણ વાંચો:- અમદાવાદ: શ્રમિકોને લઇ જતી એસટી બસ પર 'હમ વાપસ આએગે'ના સૂત્ર સાથે લાગ્યા પોસ્ટર


આ ઉપરાંત મહેસાણામાં 95 કેસ, બોટાદમાં 56 કેસ, પોરબંદરમાં 5 કેસ, દાહોદમાં 32 કેસ, ગીર સોમનાથમાં 38 કેસ, ખેડામાં 57 કેસ, જામનગરમાં 46 કેસ, મોરબીમાં 2 કેસ, સાબરકાંઠામાં 63 કેસ, અરવલ્લીમાં 93 કેસ, મહીસાગરમાં 77 કેસ, તાપીમાં 3 કેસ, વલસાડમાં 18 કેસ, નવસારીમાં 14 કેસ, ડાંગમાં 2 કેસ, સુરનેદ્રનગરમાં 21 કેસ, દેવભૂમિ દ્વારકામાં 12 કેસ, જૂનાગઢમાં 18 કેસ અને અમરેલીમાં 2 કેસ આ સાથે અન્ય રાજ્ય 5 કેસ નોંધાયા છે. આમ ગુજરાતમાં કુલ કોરોના વાયરસના કારણે કુલ આંકડો 13273 પર પહોંચ્યો છે.


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube