અતુલ તિવારી, અમદાવાદ: ચીનના વુહાનમાંથી આવેલા કોરોના વાયરસે સમગ્ર દુનિયામાં તબાહી મચાવી છે. આ વાયરસથી અનેક લોકો સંક્રમિત થયા છે અને મોટી સંખ્યામાં લોકોએ પોતાનો જીવ પણ ગુમાવ્યો છે. ત્યારે આ કોરોના વાયરસનો સામનો કરી રહેલા કોરોના વોરિયર્સ પણ તેનાથી બચી શક્યા નથી. કોરોના દર્દીઓની સારવાર કરી રહેલા ડોક્ટરો પણ કોરોનાનો શિકાર થયા છે. અત્યાર સુધીમાં કોરોનાને કારણે દેશના જુદા જુદા રાજ્યોના કુલ 364 ડોક્ટરોના મોત થયા છે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

આ પણ વાંચો:- પાકિસ્તાનમાં 6 મહિનાથી ફસાયેલા 40 ગુજરાતીઓને સરકાર દ્વારા વતન પરત લવાયા


ઇન્ડિયન મેડિકલ એસોસિએશન દ્વારા કોરોના સંક્રમણતી દેશમાં થયેલા ડોક્ટરોના મોતનો આંકડા જાહેર કર્યા છે. મેડિકલ એસોસિએશનએ 10 સપ્ટેમ્બર સુધીનો ડેટા જાહેર કર્યો છે. જેમાં દેશના જુદા જુદા રાજ્યોના કુલ 364 ડોક્ટરોના મોત કોરોનાને કારણે થયા છે. દેશભરમાંથી અત્યાર સુધી કોરોનાના દર્દીઓની સારવાર કરતા 2174 ડોક્ટર કોરોનાનો શિકાર થયા છે. જેમાંથી કુલ 364 ડોક્ટરોએ કોરોનાને કારણે જીવ ગુમાવ્યો છે. દેશના જુદા જુદા રાજ્યોના કોરોના દર્દીઓની સારવાર કરતા 1023 પ્રેક્ટિસિંગ ડોક્ટર, 827 રેસિડેન્ટ ડોક્ટર્સ અને 324 ઇન્ટર્ન ડોક્ટર કોરોનાનો શિકાર બન્યા હતા.


આ પણ વાંચો:- કાયદો અને વ્યવસ્થાની જાળવણી માટે બાપુનગર પોલીસનો નવતર પ્રયોગ, નિર્ભય થઇને ફરિયાદ પેટીમાં નાખો તમારી અરજી


કોરોનાના કારણે ડોક્ટરોના થયેલા મોત મામલે ગુજરાત સમગ્ર દેશમાં ત્રીજા સ્થાને છે. કોરોનાને કારણે ગુજરાતે 38 ડોક્ટરો ગુમાવ્યા છે. કોરોનાને કારણે સૌથી વધુ તામિલનાડુએ 61 ડોક્ટરો ગુમાવ્યા છે. જ્યારે ડોક્ટરોના મોત મામલે આંધ્રપ્રદેશ બીજા ક્રમે કુલ 41 ડોક્ટરો ગુમાવ્યા છે. ત્યારબાદ ગુજરાતમાં 38 ડોક્ટર, મહારાષ્ટ્રમાં 36 ડોક્ટર અને કર્ણાટકમાં 35 ડોક્ટરોનો કોરોનાએ જીવ લીધો છે.


આ પણ વાંચો:- જામનગર: જપ્ત કરેલી ગાડી પરિવારને વાપરવા આપી દીધી, ડ્રાઇવર અને PSI બંન્ને સસ્પેન્ડ


ઉલ્લેખનીય છે કે, કોરોના વાયરસથી ભારતમાં કોરોના વાયરસથી કુલ 5.12M સક્રમિત થયા છે. જેમાંથી 4.03M લોકો સ્વસ્થ થયા છે. કોરોનાથી ભારતમાં અત્યાર સુધીમાં કુલ 83થી વધુ લોકોના મોત થયા છે. ત્યારે દુનિયામાં 30.1M લોકો કોરોના વાયરસથી સંક્રમિત થયા છે. જેમાંથી 20.4 M લોકો સ્વસ્થ થયા છે. જ્યારે અત્યાર સુધીમાં કોરોનાથી 944K લોકોના કોરોનાના કારણે લોકોના મોત પણ નિપજ્યા છે.


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube