Corona Update: રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં 37 કેસ, અમદાવાદમાં સૌથી વધુ, મૃત્યુ 0
ગુજરાતમાં છેલ્લા 24 કલાકમાં અમદાવાદ શહેરમાં 28 કેસ સામે આવ્યા છે. તો રાજ્યનો રિકવરી રેટ 99.09 ટકા છે.
અમદાવાદઃ રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં કોરોના સંક્રમણના નવા 37 કેસ સામે આવ્યા છે. રાહતની વાત છે કે છેલ્લા 24 કલાકમાં કોઈપણ દર્દીનું મૃત્યું થયું નથી. કોરોનાની સારવાર બાદ રાજ્યમાં વધુ 31 લોકો સાજા થયા છે. ગુજરાતમાં કોરોનાને લીધે અત્યાર સુધી 10944 લોકોના મોત થયા છે. જ્યારે કોરોનાની સારવાર બાદ અત્યાર સુધી 12,13,868 લોકો સાજા થઈ ચુક્યા છે. તો નવા કેસની સાથે રાજ્યમાં અત્યાર સુધી કોરોના સંક્રમણના 12 લાખ 25 હજાર 4 કેસ નોંધાયા છે.
છેલ્લા 24 કલાકમાં નોંધાયેલા કેની વિગત
રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં સૌથી વધુ કેસ અમદાવાદમાં સામે આવ્યા છે. અમદાવાદમાં 28 કેસ નોંધાયા છે. તો ગાંધીનગરમાં 3 અને સુરત અને વડોદરામાં બે-બે કેસ સામે આવ્યા છે. આ સિવાય મહેસાણા, રાજકોટમાં એક-એક કેસ સામે આવ્યો છે.
રાજ્યમાં કોરોનાની સ્થિતિ
ગુજરાતમાં કોરોનાના એક્ટિવ કેસની સંખ્યા 192 છે. તો કોઈ દર્દી વેન્ટીલેટર પર નથી. રાજ્યમાં કોરોનાને લીધે અત્યાર સુધી 10944 લોકોના મૃત્યુ થયા છે. તો કોરોનાની સારવાર બાદ અત્યાર સુધી 12 લાખ 13 હજાર 868 લોકો સાજા થયા છે. ગુજરાતમાં રિકવરી રેટ 99.09 ટકા છે.
રાજ્યમાં કોરોના સંક્રમણ અટકાવવા સતત રસીકરણની કામગીરી પણ ચાલી રહી છે. આજે સાંજે 5 કલાક સુધી કોરોના વેક્સીનના 80198 ડોઝ આપવામાં આવ્યા છે. ગુજરાતમાં અત્યાર સુધી કોરોના રસીના 10 કરોડ 96 લાખ 38 હજાર 440 ડોઝ આપવામાં આવ્યા છે, જેમાં પ્રથમ અને બીજો ડોઝ સામેલ છે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube