Coronavirus: રાજ્યમાં કોરોનાના 372 નવા કેસ, છેલ્લા 24 કલાકમાં બમણા દર્દીઓ થયા સાજા
રાજ્યમાં કોરોનાનો કહેર સતત વધી રહ્યો છે. આરોગ્ય વિભાગ દ્વારા સત્તાવાર જાહેરાત પ્રમાણેની પ્રેસનોટ પ્રમાણે ગુજરાતમાં છેલ્લા 24 કલાકમાં કોરોનાના 372 નવા દર્દીઓ નોંધાયા છે. તેની સામે આજે એક જ દિવસમાં લગભગ બમણા એટલે કે 607 દર્દીઓ સાજા થઇને ઘરે ગયા છે. આમ જ આજે નવા દર્દીઓકરતા સાજા થઈને ગયેલા દર્દીઓની સંખ્યા ખૂબ પ્રોત્સાહક અને નોંધપાત્ર છે. અમદાવાદમાં આજે નવા 253 કેસ નોંધાયા છે. તેની સામે આજે અમદાવાદમાં સૌથી વધુ 468 દર્દીઓ સાજા થઈને ઘરે ગયા છે. આ સાથે રાજ્યમાં ગુણવત્તાસભર અને સારી સારવારના પરિણામે કુલ 8,609 દર્દીઓ સાજા થઈને હોસ્પિટલમાંથી ડિસ્ચાર્જ થયા છે.
હિતલ પારેખ, ગાંધીનગર: રાજ્યમાં કોરોનાનો કહેર સતત વધી રહ્યો છે. આરોગ્ય વિભાગ દ્વારા સત્તાવાર જાહેરાત પ્રમાણેની પ્રેસનોટ પ્રમાણે ગુજરાતમાં છેલ્લા 24 કલાકમાં કોરોનાના 372 નવા દર્દીઓ નોંધાયા છે. તેની સામે આજે એક જ દિવસમાં લગભગ બમણા એટલે કે 607 દર્દીઓ સાજા થઇને ઘરે ગયા છે. આમ જ આજે નવા દર્દીઓકરતા સાજા થઈને ગયેલા દર્દીઓની સંખ્યા ખૂબ પ્રોત્સાહક અને નોંધપાત્ર છે. અમદાવાદમાં આજે નવા 253 કેસ નોંધાયા છે. તેની સામે આજે અમદાવાદમાં સૌથી વધુ 468 દર્દીઓ સાજા થઈને ઘરે ગયા છે. આ સાથે રાજ્યમાં ગુણવત્તાસભર અને સારી સારવારના પરિણામે કુલ 8,609 દર્દીઓ સાજા થઈને હોસ્પિટલમાંથી ડિસ્ચાર્જ થયા છે.
આ પણ વાંચો:- ખ્યાતનામ જ્યોતિષ બેજાન દારૂવાલાનું 90 વર્ષની ઉંમર નિધન
રાજ્યની જુદી જુદી હોસ્પિટલોમાં આવતા દર્દીઓ ઉપરાંત IMCRની ગાઇડલાઇન પ્રમાણે જિલ્લાઓમાં કુલ 2,01,481 ટેસ્ટ કરવામાં આવ્યા છે. અમદાવાદ શહેરમાં અત્યાર સુધીમાં 9414.65 ટેસ્ટ પ્રતિ મીલીયન કરવામાં આવ્યા છે. ગુજરાતમાં 31 લેબોરેટરીઓમાં કોરોનાના ટેસ્ટ કરવામાં આવી રહ્યાં છે. જે પૈકી 19 લેબોરેટરી સરકારી છે અને 12 પ્રાઇવેટ લેબોરેટરીમાં પણ કોરોના પરીક્ષણ કરવામાં આવી રહ્યાં છે.
આ પણ વાંચો:- અમદાવાદ: છોટા રાજન સાથે સંડોવેયાલા D-Gangના બે સાગરીતોની કરી ધરપકડ
આજે રાજ્યમાં 20 વ્યક્તિઓના કોરોનાને કારણે દુ:ખદ નિધન થયા છે. આજે અમદાવાદમાં 18 અને સુરતમાં 2 વ્યક્તિઓના મૃત્યુ નિપજ્યાં છે. અત્યાર સુધીમાં રાજ્યમાં કુલ 980 મૃત્યુ નોંધાયા છે. રાજ્યના જુદા જુદા જિલ્લાઓમાં આજની તારીખે કુલ 2,72,409 વ્યક્તિઓને ક્વોરેન્ટાઈન કરવામાં આવ્યા છે. જે પૈકી 2,64,312 વ્યક્તિઓ હોમ ક્વોરેન્ટાઇન છે અને 8097 વ્યક્તિઓને ફેસીલીટી ક્વોરેન્ટાઇનમાં રાખવામાં આવ્યા છે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube