વડોદરાઃ શહેરમાંથી રૂપિયા 3 લાખની બનાવટી નોટ ઝડપાઈ છે. રૂપિયા 500 અને 2000ના દરની નકલી નોટો પોલીસે ઝડપી પાડી છે. સોમા તળાવ એસ્સાર પેટ્રોલ પંચ પાસેથી આ નોટો ઝડપાઈ છે. આ આરોપીઓ નોટોની ડિલેવરી કરતા હતા તે સમયે પોલીસે 4 લોકોની ધરપકડ કરી છે. આ કૌભાંડમાં ઈન્દોરનો માસ્ટર માઈન્ડ સુનિલ પાટીલ પણ ઝડપાયો છે. પોલીસે સુનિલ પાટીલ પાસેથી રિવોલ્વર પણ કબજે કરી છે. આ આરોપીઓ દ્વારા રૂપિયા 50 હજારના બદલામાં રૂપિયા એક લાખની ડુપ્લીકેટ નોટો આપવામાં આવતી હતી. આ આરોપીઓ તાજેતરમાં નવી આવેલી 200 રૂપિયાનો નોટો પણ બનાવવાના ફિરાકમાં હતા. પોલીસે પ્રિન્ટર, લેપટોપ, સ્કેનર, પ્રિન્ટીંગના વિવિધ કલરો સહીત સામગ્રી જપ્તે કરી છે. પોલીસ દ્વારા ગુનો નોંધી આગળની તાસ શરૂ કરવામાં આવી છે. આ ઘટનામાં હજુ કોન કોન સંડોવાયેલું છે તે તો પોલીસ તપાસ બાદ બહાર આવશે.