અમદાવાદ થયું ફરી એકવાર રક્તરંજિત! છેલ્લા 3 દિવસમાં 4-4 હત્યાથી મચ્યો ખળભળાટ
અમદાવાદ શહેરમાં 3 દિવસમાં 4 હત્યા થઈ છે. જેમાં દાણીલીમડા, નવરંગપુરા અને બીજા દિવસે વસ્ત્રાપુર અને કૃષ્ણનગરમાં હત્યાનો બનાવ બન્યો છે. કૃષ્ણનગરમાં થયેલી હત્યાની વિગતો પર નજર કરીએ તો 23 વર્ષિય કુશ ઉર્ફે અમન તોમરની હત્યા કરવામાં આવી છે.
ઉદય રંજન/અમદાવાદ: શહેરમાં 3 દિવસમાં હત્યાના 4 બનાવ બન્યા છે. જેમાં ભાઈના ઝઘડામાં વચ્ચે પડેલા ભાઈની 3 યુવકોએ હત્યા કરી છે. હત્યા મામલે કૃષ્ણનગર પોલીસે ગુનો નોંધી ત્રણ આરોપીની ધરપકડ કરી છે. સાથે જ ફરાર બે આરોપીની શોધખોળ હાથ ધરી છે. મહત્વનું છે 4 હત્યામાંથી બે હત્યામાં નિર્દોશના જીવ ગયા છે.
ભર ઉનાળે ચોમાસું: 2 દિવસ ગુજરાતના આ જિલ્લાઓમાં છોતરા કાઢશે વરસાદ, નવી આગાહીથી ફફડાટ!
અમદાવાદ શહેરમાં 3 દિવસમાં 4 હત્યા થઈ છે. જેમાં દાણીલીમડા, નવરંગપુરા અને બીજા દિવસે વસ્ત્રાપુર અને કૃષ્ણનગરમાં હત્યાનો બનાવ બન્યો છે. કૃષ્ણનગરમાં થયેલી હત્યાની વિગતો પર નજર કરીએ તો 23 વર્ષિય કુશ ઉર્ફે અમન તોમરની હત્યા કરવામાં આવી છે. કુશ તોમર તેના મોટા ભાઈ લવ તોમરના ઝઘડામાં તેને છોડાવવા વચ્ચે પડ્યો હતો. જે ઝઘડામાં 3 આરોપી રોહિત, વિશાલ અને અજય એ છરીના ઘા મારી તેની હત્યા નિપજાવી હતી. જે મામલે કૃષ્ણનગર પોલીસે હત્યાનો ગુનો નોંધી રોહિત સોલંકી સહીત વિશાલ અને અજયની ધરપકડ કરી છે. સાથે જ ફરાર આરોપીની શોધખોળ હાથ ધરવામાં આવી છે.
રૂપાલાએ ગુજરાતમાં કોંગ્રેસને મજબૂત બનાવી દીધી, પ્રદેશના નિર્ણયો સામે ભાજપમાં કકળાટ
હત્યાના ગુનામાં પોલીસે રોહિત સોલંકી વિશાલ અને અજય ની ધરપકડ કરી પૂછપરછ કરતા હકીકત સામે આવી કે હત્યાના બનાવ પહેલા સવારે મૃતક કુશના ભાઈ લવ સાથે એક્ટિવા ચલાવવા બાબતે આરોપીનો ઝઘડો થયો હતો અને તે સમયે સવારે સમાધાન પણ થયુ હતું. જો કે સાંજે આરોપીએ લવના ઘરે જઈ તેના પર હુમલો કર્યો હતો. જે હુમલામાં ભાઈને બચાવવા જતાં કુશ પર છરી વડે હુમલો કરવામાં આવ્યો હતો. જેમાં તેનું મોત થતાં પોલીસે હત્યાની કલમો હેઠળ ગુનો નોંધી કાર્યવાહી શરુ કરી છે.
Election 2024: વાઘાણીએ કોને ગણાવ્યા બબૂચક, ભાજપના નેતાઓએ બફાટમાં PHD કરી લીધી
મહત્વનું છે કે 4 હત્યામાંથી 2 હત્યામાં કોઈ કારણ વિના અન્યનો ઝગડો રોકવા વચ્ચે પડેલા નિર્દોષ યુવકના જીવ ગયા છે. શહેરમાં આટલી હત્યાથી ગુનેહગારો ફરી એક વખત માથું ઉચક્યુ હોય તેવુ લાગી રહ્યું છે.
મહેંદી મૂકી-મીંઢોળ બાંધ્યા પછી યુવતી પહોંચી વર્ગખંડમાં! સંસારની પરીક્ષા પહેલા ભણતરની