ગાંધીનગર: રિલાયન્સ ચોકડી પાસે ચાલુ બાંધકામે ભેખડ ધસી પડી, એન્જિનિયર સહિત 4ના મોત
રિલાયન્સ ચોકડી પાસે ચાલુ બાંધકામમાં ભેખડ ધસી પડતાં એક એન્જિનિયર સહિત ચારના મોત ની ઘટના બની. ગુડા દ્વારા બાંધકામ સાહેબને સીલ મારવામાં આવ્યું. સમગ્ર બનાવ સંદર્ભે ગાંધીનગર પોલીસ દ્વારા ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરાઈ છે.
હિતલ પારેખ, ગાંધીનગર: રિલાયન્સ ચોકડી પાસે ચાલુ બાંધકામમાં ભેખડ ધસી પડતાં એક એન્જિનિયર સહિત ચારના મોત ની ઘટના બની. ગુડા દ્વારા બાંધકામ સાહેબને સીલ મારવામાં આવ્યું. સમગ્ર બનાવ સંદર્ભે ગાંધીનગર પોલીસ દ્વારા ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરાઈ છે.
કેતન ઈનામદારને મનાવવાની કવાયત, આજે વાઘાણી અને નારાજ MLA વચ્ચે મુલાકાત
મળતી માહિતી મુજબ ગાંધીનગર ઇન્ફોસિટીની પાછળની સાઈડ એ આવેલી રિલાયન્સ ચોકડી પાસે પ્રમુખ ઓરબીટ નામની કોમર્શિયલ બાંધકામ સાઈડમાં બુધવારે બપોરે ભેખડ ધસી પડવાની ઘટના બની હતી જેમાં એક એન્જિનિયર અને ૩ સર્વેની કામગીરી કરી રહેલા લોકો ભેખડ નીચે દબાઈ ગયા હતા. જેઓને જેસીબીની મદદથી બહાર કાઢવા પડયા હતા. ગંભીર ઈજાગ્રસ્ત થતા ચારે લોકોને ગાંધીનગર સિવિલમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા જોકે ચારેયનું કરૂણ મોત ગંભીર ઈજાઓને કારણે થયું હતું.
ઇનામદારV/S ઇમાનદાર: ભટ્ટ સાહેબે કાયદો પાળ્યો, કેતન ભાઇએ વટ્ટનો મુદ્દો બનાવ્યો?
ગ્રાફિક્સ-રિલાયન્સ ચોકડી પાસે પ્રમુખ બાંધકામ દરમિયાન મૃત્યુ પામનાર વ્યક્તિઓના નામ
1-પાર્થ હરેશ પટેલ, ઉંમર 25,રહે દહેગામ,
2-રાજેશ દોલતસિંહ ચૌહાણ,ઉંમર 25 રહે. કમાલ બંધ વાસના દહેગામ,
3-વસતજી ઠાકોર રહે ઉંમર 20 સરસવાણી તાલુકો મહેમદાવાદ જિલ્લો ખેડા
4-પ્રવીણ પ્રભાતભાઈ સોઢા ઉંમર 27 રહે સરસવાણી તાલુકો મહેદાવાદ જિલ્લો ખેડા
જુઓ LIVE TV
આ સમગ્ર બનાવ સંદર્ભે પ્રમુખ ગ્રુપના મનીષ ચૌધરી એ ઝી 24 કલાક સાથે કરેલી ખાસ વાતચીતમાં જણાવ્યું કે કોઈ અકસ્માત ન થાય એ માટે ડાયાગ્રામ ટેક્નોલોજીનો ઉપયોગ કરવામાં આવ્યો હતો. પણ આજે બપોરે એક એન્જિનિયર અને ત્રણ સર્વેરર પોતાની કામગીરી કરી રહ્યા હતા ત્યારે એકા એક ભેખડ ધસી પડી હતી અને તમામ લોકો દટાઈ ગયા હતા આગ દુઃખદ ઘટના બની છે ત્યારે ના મોત થયા છે. ગાંધીનગર અર્બન ડેવલપમેન્ટ ઓથોરિટી દ્વારા તાત્કાલિક અસરથી બાંધકામ સાઇટ ની સીલ મારવામાં આવી છે. જ્યારે પોલીસ દ્વારા સમગ્ર વિષ્ણુ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરવામાં આવી છે.આ બનાવમાં પ્રમુખ ઓરબીટ ના બિલ્ડરોની પણ બેદરકારી સામે આવી છે. જે પ્રકારે ખોદકામ કરવામાં આવી રહ્યું છે ત્યારે જે સુરક્ષાના પગલાં ભરવા જોઇએ તેવા કોઇ પગલાં ભરવામાં આવ્યા નથી. સાથે બે ખસવાની ઘટના બાદ પણ ફાયર બિગેડ ને એક પણ કોલ કરવામાં ન આવતા સમગ્ર ઘટના છુપાવવાનો પ્રયત્ન કરવામાં આવ્યો હોય તે રીતની ચર્ચા થઈ રહી છે.