યોગીન દરજી, ખેડા: નડિયાદ પાસેથી પસાર થતા અમદાવાદ બરોડા એક્સપ્રેસ-વે પર ગમખ્વાર અકસ્માત સર્જાતા ચાર લોકોના મોત થયા છે. જ્યારે અન્ય એક વ્યક્તિ ગંભીર રીતે ઘાયલ થયો છે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

વધુમાં વાંચો: MS યુનિવર્સીટીમાં ઉત્તરવહી કાંડ સામે આવતા ખળભળાટ, આ રીતે આચરવામાં આવતું કૌભાંડ


રાજસ્થાનના સિરોહી ખાતે રહેતો પરિવાર મુંબઇથી પરત આવી રહ્યો ઙતો. તે સમયે નડિયાદ પાસે ડ્રાઇવરે અચાનક કાર પરથી કાબુ ગુમાવતા કાર રોડની સાઇડમાં 25 ફુટ ઊંડા ખાડામાં ખાબકી હતી. ખાડામાં ખાબકેલી કાર સીધી પથ્થરોના રબ્બલ પર પડતા કારનો કચ્ચરઘાણ બોલાઇ ગયો હતો. જેના કારણે કારમાં બેઠેલા ચાર વ્યક્તિના ઘટના સ્થળે જ મોત થયા હતા. જ્યારે અન્ય એક વ્યક્તિ ગંભરી રીતે ઘાયલ થયો છે. અને તેને સારવાર અર્થે તાત્કાલીક નડિયાદની સિવિલ હોસ્પિટલ લઇ જવામાં આવ્યો છે.


વધુમાં વાંચો: રાજકોટમાં નહીં સર્જાય જળ સંકટ: આજી અને ન્યારી બન્ને ડેમમાં ઠાલવાશે નર્મદા નીર


ઘટનાને પગલે નડિયા શહેર પોલીસે સ્થળ પર પહોંચી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. એક્સપ્રેસ-વે પર બરોડા સાઇડથી નડિયાદ તરફ કાર આવી રહી હતી. તે દરમિયાન કાર ચાલકે કાબુ ગુમાવતા કાર સીધી ઉપરથી નીચે ખાડામાં ખાબકી હતી. ઘટનામાં ચાર લોકોના સ્થળ પર જ મોત થઇ ગયા જ્યારે અન્ય એક વ્યક્તિને ગંભીર ઇજાઓ થઇ હતી. હાલ નડિયાદ પોલીસે ફરીયાદ દાખલ કરી તપાસ હાથ ધરી છે.


જુઓ Live TV:-


ગુજરાતના અન્ય સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો...