હિતલ પારેખ/ગાંધીનગર :લોકસભાની ચૂંટણીની સાથે ગુજરાતમાં ચાર વિધાનસભા બેઠકો માટે પણ ચૂંટણી યોજાઈ હતી. આ ચારેય બેઠકો ભાજપે પોતાના ખાતામાં અંકે કરી હતી. ત્યારે આવતીકાલે પેટાચૂંટણીમા ચૂંટાયેલા ભાજપના ચાર ધારાસભ્યો ધારાસભ્ય પદ તરીકેના શપથ લેશે.


આગકાંડ : હાર્દિક પટેલ સુરત પહોંચતા જ પોલીસે કરી તેની અટકાયત 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

આવતીકાલે ભાજપના નવા બનેલા ધારાસભ્યો આશા પટેલ, જવાહર ચાવડા, પરશોતમ સાબરીયા અને રાઘવજી પટેલ શપથ લેવાના છે. વિધાનસભા અધ્યક્ષ રાજેન્દ્ર ત્રિવેદી તેમની પાસેથ ધારાસભ્ય પદના શપથ લેવડાવશે. ઉલ્લેખનીય છે કે, આશા પટેલ ઊંઝાથી, જવાહર ચાવડા માણાવદરથી, મરસોત્તમ સાબરીયા ધ્રાંગધ્રાથી તથા રાઘવજી પટેલ જામનગરથી ચૂંટાયા છે. 



પેટાચૂંટણીમાં સામસામે ઉભા રહેલા ઉમેદવારો    



 

પેટાચૂંટણીના ઉમેદવારો

 
ઊંઝા આશા પટેલ કામુ પટેલ
માણાવદર જવાહર ચાવડા

અરવિંદભાઈ લાડાણી

ધ્રાંગધ્રા પરસોતમભાઇ સાબરીયા દિનેશભાઈ પટેલ

જામનગર ગ્રામ્ય રાઘવજી પટેલ

  જયંતીભાઈ સભાયા

ગુજરાત લોકસભાની ચૂંટણીના લેટેસ્ટ અપડેટ્સ માટે જુઓ LIVE TV