અલ્કેશ રાવ/બનાસકાંઠા: અંબાજીના ત્રિશૂળીયા ઘાટ પર થયેલા અકસ્માતમાં આણંદ જિલ્લાના આંકલાવ તાલુકાના કુલ 21 લોકોના કરુણ મોત નિપજ્યા હતા. ત્યારે આ અકસ્માતની ગંભીરતાને લઇને ત્રિશુળિયા ઘાટના અકસ્માત સ્થળે 4 ફૂટી ઊંચી અને 23 મીટર લાંબી પ્રોટેક્શન દિવાલ બનાવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. આ દિવાલનું કામ આગામી બે દિવસ બાદ શરૂ કરવામાં આવશે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

મહત્વનું છે, કે યાત્રાધામ અંબાજી પાસે આવેલા ત્રિશુળિયા ઘાટ પર અવારનવાર અકસ્માત થતા હોય છે જેના કારણે અંબાજી RNB વિભાગ દ્વારા આ રોડ પર પ્રોટેક્શન દિવાલ બનાવાનું નક્કી કરવામાં આવ્યું છે. જેથી અકસ્માતનું પ્રમાણ ઘટી શકે. થોડા દિવસ અગાઉ પણ આ સ્થળ પર બસ પલટી જતા 21 લોકોના ગંભીર મોત થયા હતા. 


વડોદરા: મયંક ટેલરની ઘાતકી હત્યા કરનાર પંડ્યા બ્રધર્સ સહિત ત્રણની ધરપકડ


ત્રિશુલિયા ઘાટ પાસે થયેલા લક્ઝરી બસના ગોઝારા માર્ગ અકસ્માતમાં મૃતકોના પરિવારજનો માટે સહાયની જાહેરાત કરવામાં આવી છે. મૃતકોના પરિવારજનો પ્રત્યે સંવેનશીલ માનવીય અભિગમ અપનાવીને મુખ્મયંત્રી વિજય રૂપાણી દ્વારા આ જાહેરાત કરવામાં આવી છે. જેમાં દરેક મૃતકના વારસદારને 4 લાખ સહાય કરવામાં આવી છે. આ સહાય મુખ્યમંત્રી રાહત નિધિમાંથી ફંડમાંથી આપવામાં આવશે. 


જુઓ LIVE TV :