સૌરાષ્ટ્રમાં મેઘો મહેરબાન: તાલાલામાં 4, ગીરગઢડામાં 3 ઇંચ વરસાદ, અનેક નદીઓમાં પૂર
સૌરાષ્ટ્ર સહિત ગીર પંથકમાં સતત ત્રીજા દિવસે ધોધમાર વરસાદ પડતા ખેડૂતોમાં ખુશીનો માહોલ જોવા મળ્યો હતો. ગીર ગઢડા તેમજ ગ્રામ્ય વિસ્તારમાં સવારથી વાદળછાયું વાતાવરણ જોવા મળ્યું હતું. બે કલાકમાં ગીરગઢડામાં 3, કોડીનારમાં અઢી અને તાલાલામાં4 ઇંચ વરસાદ નોંધાયો છે.
અમદાવાદ: સૌરાષ્ટ્ર સહિત ગીર પંથકમાં સતત ત્રીજા દિવસે ધોધમાર વરસાદ પડતા ખેડૂતોમાં ખુશીનો માહોલ જોવા મળ્યો હતો. ગીર ગઢડા તેમજ ગ્રામ્ય વિસ્તારમાં સવારથી વાદળછાયું વાતાવરણ જોવા મળ્યું હતું. બે કલાકમાં ગીરગઢડામાં 3, કોડીનારમાં અઢી અને તાલાલામાં4 ઇંચ વરસાદ નોંધાયો છે.
ગીર ગઢડામાં ભારે વરસાદના પગલે રૂપેણ નદીમાં, કોડીનારના અરણેજ ગામ નજીક સોમત નદી અને હરમડિયા નજીક શાંગાવાડી નદીમાં ઘોડાપુર આવ્યું છે. રાજકોટમાં પણ વાદળછાયું વાતાવરણ છવાયું છે. જૂનાગઢમાં પણ ધોધમાર વરસાદી ઝાપટાથી રસ્તાઓ પર પાણી ભરાઇ ગયા હતા. ગઈકાલે ગીર પંથક વિસ્તારના ગીર ગઢડા, તાલાળા, વેરાવળ ને ઘમરોળિયા બાદ આજે ફરી બપોર બાદ અસહ્ય ગરમીના બફારા બાદ આજે સમગ્ર ગીર સોમનાથ જિલ્લામાં મેઘરાજા મહેરબાન થતા ગીર પંથકના ખેડૂતોમાં ખીશી છવાઈ છે.
ઘરની છત પર સોલર પ્રોજેક્ટ લગાવવામાં દેશભરમાં ગુજરાત પ્રથમ નંબરે
વડિયાના જેતપુર માર્ગ પર ભારે વરસાદના કારણે સ્ટેટ હાઇવે પર પાણી ભરાયા હતા. સ્ટેટ હાઈવે પર વૃક્ષો ધરાસાઈ થતા સ્ટેટ હાઇવે પર વાહનચાલકોને મોટી લાઇનો લાગી હતી. દેવભૂમિ દ્વારકા જિલ્લાના ખંભાળિયા પંથકમાં પણ વરસાદ વરસ્યો છે. ખંભાળિયા તાલુકાના ભડથર સહિત ગામોમાં વરસાદી ઝાપટા પડ્યા. વરસાદ થતાં લોકોને ગરમીથી રાહત મળી હતી. તો વરસાદના આગમનથી ખેડૂતોમાં ખુશીનો માહોલ સર્જાયો છે.
અમદાવાદ: સ્યુસાઇડ નોટ લખી નવરંગપુરા પોલીસ સ્ટેશનના 2 કોન્સ્ટેબલ કર્મીઓ ગુમ
જામનગરમાં વીજળી પડવાથી વધુ એક મોત
જામનગરમાં વિજળી પડતા એક વ્યક્તિનું મોત થયું હતું. પ્રથમ વરસાદમાં જ વીજળી પડવાથી 2ના મોત થયા હતા. 25 વર્ષના યુવાનનું પણ વિજળી પડવાથી મોત થયુ હતું. સીંગચ ગામના સુરેશના નામના યુવકનું છાતીના ભાગે વીજળી પડવાથી મોત થયુ હતું, યુવાનના મૃતદેહને જીજી હોસ્પિટલ ખાતે પીએમ અર્થે ખસેડાયો હતો.
જુઓ LIVE TV: