જૂનાગઢ : ગિરનારની લીલી પરિક્રમા પૂર્ણ કરી જુનાગઢથી પરત ફરી રહેલા ખંભાતના પરિવારને નડેલા માર્ગ અકસ્માતમાં મૃત્યુ પામેલા વ્યક્તિઓને રૂ. ૪ લાખની સહાય મુખ્યમંત્રી રાહત નિધિમાંથી આપવાનો નિર્ણય કર્યો છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે વંચિત પીડિત, દરિદ્રનારાયણ પ્રત્યેની પોતાની આગવી સહાનુભૂતિ સંવેદના ખંભાતના ભીલ આદિવાસી પરિવારને મુખ્યમંત્રી રાહત નિધિમાંથી સહાય આપીને પ્રગટ કરી છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ગુજરાતીઓ પાણી વગર તરસ્યે મરી જશે? રાજસ્થાન સરકારનો એક નિર્ણય અને રાજ્ય બની જશે રણ


ખંભાતનો આ પરિવાર તાજેતરમાં ગીરનારની લીલી પરિક્રમા કરી પરત ફરી રહ્યો હતો, ત્યારે વટામણ ચોકડી પાસે તેમના થયેલા ગમખ્વાર માર્ગ અકસ્માતમાં એક જ પરિવારના ચાર વ્યક્તિઓના દુ:ખદ નિધન થયા હતા. આ ઉપરાંત તેમની સાથેના અન્ય એક વ્યક્તિનું પણ મૃત્યું નિપજ્યું હતું. આ દર્દનાક ઘટનાથી મૃત્યુ પામેલા પરિવાર અને અનાથ-નિરાધાર બની ગયેલા બે બાળકોની પડખે આ વિપદામાં ઉભા રહી રાજ્ય સરકાર તરફથી સહાય કરવા ખંભાતના ધારાસભ્ય મયુર ભાઇ રાવલે મુખ્યમંત્રી સમક્ષ રજુઆત કરી હતી. 


GUJARAT: લાખોની વસ્તી ધરાવતા જિલ્લામાં સારવાર તો ઠીક મરતા માણસને પાણી પીવડાવવા પણ ડોક્ટર નથી


મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે આ અંગે સહાનુભૂતિ અને સંવેદના દર્શાવતા આ ગમખ્વાર અકસ્માતમાં મૃત્યું પામેલા પ્રત્યેક મૃતકોના વારસદારને રૂ. ૪ લાખની સહાય મુખ્યમંત્રી રાહત નિધિમાંથી તાત્કાલિક આપવાનો નિર્ણય કર્યો છે. અત્રે નોંધનીય છે કે, અકસ્માતના પગલે ખંભાતનો આખો પરિવાર છીન્નભિન્ન થઇ ચુક્યો છે. 


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube