વિસાવદર નજીક ખાનગી બસ પલ્ટી જતા 4નાં ઘટના સ્થળે મોત, અનેક ઘાયલ
જૂનાગઢ જિલ્લાનાં વિસાવદરના લાલપુર ગામ પાસે ખાનગી બસને અકસ્માત નડ્યો હતો. અકસ્માત એટલો ગંભીર હતો કે ઘટના સ્થળે જ ચાર લોકોનાં મોત નિપજ્યા હતા. જૂનાગઢથી વિસાવદર જતી ખાનગી બસ પર ચાલકે કાબુ ગુમાવતા બસ પલટી મારી ગઇ હતી. વિસાવદરનાં લાલપુરનાં શિવતળી પાસે ગોઝારો અકસ્માત થયો હતો. અકસ્માતમાં ચાર લોકોનાં મોત નિપજ્યાહ તા. જ્યારે અનેક ગંભીર રીતે ઇજાગ્રસ્ત હોવાનું પ્રાથમિક માહિતીમાં જાણવા મળી રહ્યું છે.
હનીફ ખોખર/જૂનાગઢ : જૂનાગઢ જિલ્લાનાં વિસાવદરના લાલપુર ગામ પાસે ખાનગી બસને અકસ્માત નડ્યો હતો. અકસ્માત એટલો ગંભીર હતો કે ઘટના સ્થળે જ ચાર લોકોનાં મોત નિપજ્યા હતા. જૂનાગઢથી વિસાવદર જતી ખાનગી બસ પર ચાલકે કાબુ ગુમાવતા બસ પલટી મારી ગઇ હતી. વિસાવદરનાં લાલપુરનાં શિવતળી પાસે ગોઝારો અકસ્માત થયો હતો. અકસ્માતમાં ચાર લોકોનાં મોત નિપજ્યાહ તા. જ્યારે અનેક ગંભીર રીતે ઇજાગ્રસ્ત હોવાનું પ્રાથમિક માહિતીમાં જાણવા મળી રહ્યું છે.
ABVP દ્વારા ગુજરાત વિદ્યાપીઠ બહાર JNU હિંસાના વિરોધમાં સુત્રોચ્ચાર
તમામ ઘાયલોને સારવાર માટે જૂનાગઢ સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા. જ્યાં બેની સ્થિતી હજી પણ ગંભીર હોવાનું જાણવા મળી રહ્યું છે. 108ના સ્ટાફને યુદ્ધના ધોરણે કામગીરી કરવા માટે જણાવવામાં આવ્યું છે. જૂનાગઢ જિલ્લાની 108ની અનેક ગાડી પણ ઘટના સ્થલે જવા માટે રવાના થઇ ચુકી છે. સ્થાનિક પોલીસ સહિતનું તમામ તંત્ર ઘટના સ્થળ પર હાજર છે. અકસ્માત અંગે માહિતી મળતાની સાથે જ ધારાસભ્ય હર્ષદ રીબડીયા પણ ઘનટા સ્થળે પહોંચી ચુક્યા છે. રાહત અને બચાવ કામગીરીમાં તેઓ પણ જોડાઇ ગયા છે. શક્ય તેટલી તમામ મદદ તેઓ પહોંચાડી રહ્યા છે. ઘાયલોમાં ઘણા લોકોએ દાવો કર્યો છે કે ડ્રાઇવર દારૂ પી ગયો હતો અને બેફામ સ્પીડથી બસ હંકારી રહ્યો હતો. જે કે આ બાબતની હજી સુધી પૃષ્ટી થઇ નથી.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube