કચ્છ: કચ્છમાં સતત ધરા ધ્રુજતી રહે છે. ત્યારે આજે ફરી કચ્છમાં ભૂકંપના આચંકા અનુભવાતા લોકોમાં ભારે ભયનો માહોલ જોવા મળ્યો હતો. કચ્છમાં મોડી સાંજે રાપરથી 25 કિમી દૂર ભૂકંપના આચંકાનું કેન્દ્ર બિંદુ નોંધાયું છે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

કચ્છમાં મોડી સાંજે 7.15 કલાકે 4 ની તીવ્રતાનો ભૂકંપ આવતા કચ્છ વાસીઓમાં ફફડાટ જોવા મળી રહ્યો છે. ભૂકંપ અનુભવાતા લોકો ઘરની બહાર દોડી આવ્યા હતા અને લોકોમાં ભયનો માહોલ છવાઈ ગયો હતો. રિક્ટર સ્કેલ પર ભૂકંપની તીવ્રતા 4 હોવાનું જણાયું હતું. જ્યારે ભૂકંપનું કેન્દ્રબિંન્દુ રાપરથી 25 કિ.મી દૂર નોંધાયું છે. 


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube