ગાંધીનગરઃ રાજ્યમાં ચૂંટણી બાદ કોરોના વાયરસ (Corona virus) ના કેસમાં સતત વધારો થઈ રહ્યો છે. છેલ્લા 24 કલાકમાં કોરોનાના નવા 480 કેસ સામે આવ્યા છે. રાહતની વાત છે કે રાજ્યમાં છેલ્લા 24 કલાક દરમિયાન કોરોનાથી એકપણ મૃત્યુ થયું નથી. આ દરમિયાન હોસ્પિટલમાંથી સાજા થયા બાદ 369 લોકોને ડિસ્ચાર્જ કરવામાં આવ્યા છે. નવા કેસ બાદ રાજ્યમાં કોરોનાના કુલ સંક્રમિતોની સંખ્યા 271,725 થઈ ગઈ છે. રાજ્યમાં કોરોનાથી અત્યાર સુધી 4412 લોકોએ જીવ ગુમાવ્યા છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં નોંધાયેલા કેસની વિગત
ગુજરાતમાં છેલ્લા 24 કલાકમાં અમદાવાદ શહેરમાં સૌથી વધુ 98 કેસ સામે આવ્યા છે. તો સુરત શહેરમાં 91, વડોદરા શહેર 80, રાજકોટ શહેરમાં 45 કેસ નોંધાયા છે. આ સિવાય જામનગર શહેરમાં 14, સુરત ગ્રામ્ય 14, વડોદરા ગ્રામ્ય 13, આણંદ અને કચ્છમાં 10-10 કેસ નોંધાયા છે. રાજકોટ ગ્રામ્યમાં 9, ભાવનગર શહેરમાં 8, ભરૂચમાં 7. ગાંધીનગર જિલ્લામાં 11, ખેડામાં 6 કેસ સામે આવ્યા છે. 


રાજ્યમાં કોરોનાની સ્થિતિ
ગુજરાતમાં આજની તારીખે કોરોનાના એક્ટિવ કેસની સંખ્યા 2749 છે. જેમાં 40 દર્દીઓ વેન્ટિલેટર પર છે. તો સારવાર બાદ રાજ્યમાં અત્યાર સુધી 2 લાખ 64 હજાર 564 દર્દીઓ સાજા થયા છે. રાજ્યનો રિકવરી રેટ 97.36 ટકા છે. ગુજરાતમાં આજે પાંચ જિલ્લામાં કોરોનાનો એકપણ કેસ નોંધાયો નથી. 


રાજ્યમાં રસીકરણ અભિયાન પણ ચાલી રહ્યું છે. અત્યાર સુધી 11 લાખ 9 હજાર 515 વ્યક્તિઓને પ્રથમ ડોઝ આપવામાં આવ્યો છે. તો આજે રાજ્યમાં 1 લાખ કરતા વધુ લોકોને રસી આપવામાં આવી છે. અત્યાર સુધી રસી અપાયા બાદ કોઈ વ્યક્તિમાં આડઅસર જોવા મળી નથી.  


[[{"fid":"311908","view_mode":"default","fields":{"format":"default","field_file_image_alt_text[und][0][value]":false,"field_file_image_title_text[und][0][value]":false},"type":"media","field_deltas":{"1":{"format":"default","field_file_image_alt_text[und][0][value]":false,"field_file_image_title_text[und][0][value]":false}},"link_text":false,"attributes":{"class":"media-element file-default","data-delta":"1"}}]]


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube