સુરત : ઉધનામાં 4 માસના ગર્ભ સાથે પરિણીતાએ ફાંસો ખાઇને આપઘાત કર્યો હતો. ઘટનાની જાણ થતા ઉધના પોલીસ ઘટના સ્થળે પહોંચ્યા હતા અને મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે સ્મીમેર હોસ્પિટલમાં ખસેડ્યો હતો. અત્રે ઉલ્લે્ખનીય છે કે, નવવર્ષનાં દિવસે જ આ પ્રકારની ઘટના બનતા પરિવારમાં માતમ છવાયું હતું. જો કે હાલ તો પોલીસે ગુનો નોંધીને તપાસ હાથ ધરી છે. જો કે હજી સુધી આત્મહત્યાનું કારણ સામે આવ્યું નથી.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

વડોદરામાં વિશ્વનો સૌથી મોટો અન્નકુટ મહોત્સવ, ભાવિ ભક્તો માટે મુકાયો ખુલ્લો

સ્મીમેર હોસ્પિટલમાં પોસ્ટમોર્ટમ કર્યું
ઉઘનાના  હેગડેવાડમાં કવિતા અજય ગૌતમ (ઉં.વ 24) પતિ સાથે રહેતો હતો. અજય કડિયા કામ કરે છે. કવિતાના અજય સાથે 2015માં લગ્ન થયા હતા. આજે નવા વર્ષના દિવસે બપોરે 12 વાગ્યે 108ને કોલ મળ્યા બાદ ઘટના સ્થળેથી કવિતાનો દેહ ફાંસો ખાધેલી હાલતમાં મળી આવી હતી. જેથી પોલીસને જાણ કરી હતી. ઘટના સ્થળે પહોંચેલી ઉધના પોલીસને અજયે જણાવ્યું કે, હું તેની તમામ માંગ પુરી કરતો હતો તેમ છતા કવિતાએ આપઘાત શા માટે કર્યો તે હજી સુધી મને સમજાતું નથી. 


દ્વારકાના ગોમતી ઘાટ પર ભયજનક મોજા ઉછળ્યા, સેલ્ફી લેવા લોકો ટોળે વળ્યા
મોરબીના નકલંક દાદાને ધરાવાયો અન્નકૂટ, 100થી વધુ ગામના લોકો ઉમટ્યા
પોલીસે કવિતાનાં દેહને સ્મીમેર હોસ્પિટલમાં પોસ્ટમોર્ટમ કરવા માટે ખસેડ્યો હતો. પોલીસને જો કે આસપાસથી સુસાઇડ નોટ કે અન્ય કોઇ સામગ્રી મળી નથી. જેના કારણે આત્મહત્યાનું કારણ હજી સુધી સ્પષ્ટ થઇ શક્યું નથી. હાલ તો પોલીસે અકસ્માતે મોતનો ગુનો નોંધ્યા બાદ તપાસ ચાલુ કરી છે. પરિવારની પણ પુછપરછ કરવામાં આવી રહી છે. જો કે હજી સુધી કોઇ નક્કર કારણ નહી મળ્યાનું સામે આવ્યું છે.