રક્ષિત પંડ્યા, રાજકોટ: કોરોનાએ ગુજરાતમાં કેર વર્તાવતા છેલ્લા 24 કલાકમાં 256 કેસ નોંધાયા છે એવી માહિતી આરોગ્ય વિભાગના અગ્ર સચિવ જયંતી રવિએ આજે પ્રેસ કોન્ફરન્સમાં આપી હતી. જો કે ત્યારબાદ રાજકોટમાં વધુ 4 કેસ પોઝિટિવ નોંધાતા હવે રાજકોટમાં પોઝિટિવ કેસનો આંકડો 46 પર પહોંચ્યો છે. નવા 4 કેસ જંગલેશ્વર વિસ્તારમાંથી આવ્યાં છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

મળતી માહિતી મુજબ રાજકોટના જંગલેશ્વર વિસ્તારમાંથી કોરોનાના વધુ 4 પોઝિટિવ કેસ સામે આવ્યાં છે. 11 દિવસની બાળકી અને તેના માતા પિતાના સંપર્કમાં આવેલા 4 વ્યક્તિઓના કોરોના રિપોર્ટ પણ પોઝિટવ આવ્યાં છે. આ સાથે જ રાજકોટમાં કોરોના વાયરસના પોઝિટિવ કેસની સંખ્યા 46 થઈ છે. 


આ અગાઉ આજે સવારે પ્રેસ કોન્ફરન્સમાં આરોગ્ય સચિવ જયંતિ રવિએ જણાવ્યું હતું કે, આ એક અભૂતપૂર્વ વાઇરસ છે. WHo એ પણ તેને મહામારી જાહેર કરી છે. 210 દેશ કરતાં વધુ દેશોમાં તેનુ સંક્રમણ વિસ્તર્યું છે. ભારતના 32 રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશમાં કોરોના પહોંચી ગયો છે. ગુજરાતના ત્રણ જિલ્લાના બાદ કરતાં તમામ સ્થળે કોરોના પહોચ્યો છે. હજી પણ બધા વિસ્તારમાં પહોચશે એ હકીકત છે. પણ એને ધીમો કરવા માટેના પ્રયાસો થઇ રહ્યાં છે.  તેના વિકાસની ગતિ ઘટાડવાનો પ્રયાસ થઈ રહ્યો છે. 


જુઓ LIVE TV


Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube