ગૌરવ દવે/રાજકોટ: રંગીલા રાજકોટને વધુ એક મોટી ભેટ મળી છે. રાજકોટના એરપોર્ટ પર પાર્કિંગની તકલીફ હોવાના કારણે ફ્લાઈટ મોડી પડતી હોવાથી હવે રાજકોટ ડીજીસીએ દ્વારા એરપોર્ટ પર નવા પાર્કિંગ માટે મંજુરી આપવામાં આવી છે. જેના કારણે હવે રાજકોટથી વધુ ફ્લાઈટ ઉડાન ભરી શકશે. 15 જૂન થી 4 નવા એપ્રેન ઓપન થશે. ત્યારબાદ નવી ફ્લાઇટ ઉડાન ભરી શકશે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

રાજકોટના એરપોર્ટ પર પાર્કિંગની સુવિધા નહોતી જેને કારણે કોલકતા, બનારસ અને જયપુરની ફ્લાઇટ શરૂ થઈ શકી નહોતી. પહેલા એરપોર્ટના રન-વે પર ફ્લાઇટ હોય ત્યાં સુધી બીજી ફ્લાઇટ ઉતરી શકતી નહોતી. ફ્લાઇટમાં ફોલ્ટ આવતા રન વે પર ફ્લાઇટ રહેતા અગાઉ અનેક ફ્લાઈટો રિટર્ન થઈ હોવાનું અનેક વખત સામે આવ્યું છે.


Jagannath Rath Yatra 2022: ભગવાન જગન્નાથ આ વર્ષે કેવા પહેરવેશમાં જોવા મળશે? મામેરાના યજમાન બન્યા રાજેશ પટેલ


આ વિશે મળતી માહિતી પ્રમાણે રાજકોટ એરપોર્ટ પર નવા પાર્કિંગ બનાવવા માટેની મંજૂરી મળી ગઈ છે. પરિણામે 15 જૂનથી 4 નવા એપ્રેન ઓપન થશે. નવું પાર્કિંગ બનતાં જ નવી ફ્લાઈટો ઉડાન ભરી શકશે. અગાઉ પાર્કિંગની સુવિધાના અભાવે કોલકાતા, બનારસ અને જયપુરની ફ્લાઈટ શરૂ થઈ શકી ન હતી. આ સિવાય પહેલા એરપોર્ટના રન-વે પર ફ્લાઈટ હોય ત્યાં સુધી બીજી ફ્લાઈટ લેન્ડ થઈ શકતી ન હતી. તો પાર્કિંગની સુવિધાના અભાવે અનેક ફ્લાઈટો રિટર્ન થઈ હોવાનું પણ સામે આવ્યું હતું.


રાજકોટ એરપોર્ટ પર છેલ્લા 6 મહિનાથી પ્રવાસીઓના ટ્રાફિકમાં સારો એવો વધારો થયો છે. પરંતુ એરપોર્ટ પર પાર્કિંગની પુરતી વ્યવસ્થા ન હોવાથી વીઆઈપીઓની અવરજવર તેમજ એક સમયે એક જ ફ્લાઈટ પાર્કિંગ થઈ શકે તેમ હોવાથી અન્ય ફાઈટ્સને ઉડાનની મંજુરી મળતી નહતી. હવે ડીજીસીએ દ્વારા બે દિવસ પૂર્વે રાજકોટ એરપોર્ટ પર નિરીક્ષણ કરી નવા પાર્કિંગ માટે મંજુરી આપવા આવી છે. દિલ્હીથી ડીજીસીએના અધિકારીઓ એરપાર્ટના સુપરવિઝન માટે આવ્યા હતા અને ડીજીસીએને રિપોર્ટ સોંપ્યો હતો. ત્યારબાદ ડીજીસીએ નવા પાકિગને મંજુરી આપી દીધી છે.


અગાઉ રાજકોટથી દેશના શહેરોની ફ્લાઈટ્સ શરૂ કરવા માટે મંજુરી માગવામાં આવી હતી, પણ પાર્કિંગને કારણે મંજુરી ન મળતા નવા રૂટ્સની ફ્લાઈટ્સ શરૂ થઈ શકતી નથી. પરંતુ હવે રાજકોટ એરપોર્ટને નવા ચાર એપ્રેન(પાર્કિંગ)ને ડીજીસીએમાંથી મંજૂરી આપી છે.


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube