અરવલ્લી : શહેરના મોડાસા તાલુકાના ગાજણ ગામે આર્થિક સંકડામણના કારણે પરિવારના 4 સભ્યોએ ઝાડ સાથે દોરડા બાંધીને આપઘાત કરી લેતા ચકચાર મચી જવા પામી છે. એક જ પરિવારનાં 4 લોકો ઝાડ પર દોડરા બાંધીને આપધાત કરી લીધો છે. ગળેફાંસો ખાઇને આપઘાત કરનારાઓમાં બે માસુમ બાળકોનો પણ સમાવેશ થાય છે. બે યુવાનો અને બે બાળકો સહિત આખા પરિવારના ચાર લોકોએ આર્થિક તંગીથી કંટાળીને આપઘાત કર્યો હોવાની લોકોમાં ચર્ચા છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

GUJARAT CORONA UPDATE: નવા 741 કોરોના દર્દી, 922 સાજા થયા, 05 દર્દીઓનાં કોરોનાને કારણે મોત


અત્રે ઉલ્લેખનીય છે કે, આપઘાતની ઘટના અંગે માહિતી મળતા જ ઉચ્ચ પોલીસ અધિકારીઓ દોડી આવ્યા હતા. તમામના મૃતદેહોને ઝાડ પરથી ઉતારીને પોસ્ટમોર્ટમ માટે મોકલી આપવામાં આવ્યા હતા. ઘટના અંગેનું પંચનામું કરીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. જો કે એક જ પરિવારનાં ચાર લોકોએ આત્મહત્યા કરી લેતા સમગ્ર પંથકમાં ચકચાર મચી જવા પામી છે. 


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube