‘એટીકેટીમાંથી પાસ કરાવી દઈશું’ની લાલચ આપીને ચાર લોકોએ વિદ્યાર્થીનીને પીંખી
અમદાવાદના રામોલમાં વિદ્યાર્થિની સાથે સામૂહિક દુષ્કર્મ આચરવામાં આવ્યું છે. એટીકેટીમાં પાસ કરાવવાની લાલચે ચાર નરાધમોએ તેને પીંખી હતી. દુષ્કર્મ બાદ યુવતી ગર્ભવતી બનતાં સમગ્ર માહિતી સામે આવી હતી. રામોલ પોલીસે ચારેય આરોપીને ઝડપવા ચક્રો ગતિમાન કર્યાં છે.
જાવેદ સૈયદ/અમદાવાદ :અમદાવાદના રામોલમાં વિદ્યાર્થિની સાથે સામૂહિક દુષ્કર્મ આચરવામાં આવ્યું છે. એટીકેટીમાં પાસ કરાવવાની લાલચે ચાર નરાધમોએ તેને પીંખી હતી. દુષ્કર્મ બાદ યુવતી ગર્ભવતી બનતાં સમગ્ર માહિતી સામે આવી હતી. રામોલ પોલીસે ચારેય આરોપીને ઝડપવા ચક્રો ગતિમાન કર્યાં છે.
પ્રાપ્ત માહિતી અનુસાર, અમદાવાદના અમરાઈવાડી વિસ્તારમાં રહેતી 20 વર્ષની યુવતીની કોલેજની પરીક્ષામાં એટીકેટી આવી હતી. પોતાને એટીકેટીમાંથી પાસ કરાવવા માટે તે હાર્દિક, અનિકેત, ચિરાગ અને રાજ નામના યુવાનોના સંપર્કમાં આવી હતી. આ ચારેયે તેને એટીકેટીમાંથી પાસ કરાવી દેવાની લાલચ આપી હતી. તેથી તેઓએ યુવતીને ગેસ્ટ હાઉસમાં બોલાવી હતી, અને તેને કેફી પીણું પીવડાવીને તેની સાથે દુષ્કર્મ આચર્યું હતું. બાદમાં વારંવાર યુવતીને બ્લેકમેઈલ કરવામાં આવી હતી અને ચારેય તેનો લાભ લેતા રહ્યા હતા.
જેના બાદ યુવતીને ગર્ભ રહી ગયો હતો અને આઠ માસ બાદ મૃત બાળકનો જન્મ થયો હતો. સમગ્ર મામલો બહાર આવતા તેણે પોલીસ સ્ટેશનમાં ફરિયાદ કરી હતી. ત્યારે ચારેય આરોપીઓ હજી પણ પોલીસ પકડથી દૂર છે.