દુર્લભ પટેલ આત્મહત્યા કેસમાં સુરત પો. કમિશનરના આકરા તેવર, 4 પોલીસ કર્મીને સસ્પેન્ડ કર્યાં
- તમામ પોલીસ કર્મચારીઓએ દુર્લભ પટેલને કરોડો રૂપિયાની જમીન લખી આપવા માટે ખૂબ ત્રાસ આપ્યો હતો
- આરોપીઓના ત્રાસથી આખરે દુર્લભ પટેલ આત્મહત્યા કરવા પ્રેરાયા હતા. આ સમગ્ર કેસમાં સુરતના કેટલાક પોલીસ કર્મચારીઓની શંકાસ્પદ ભૂમિકા મળી આવી હતી
ચેતન પટેલ/સુરત :સુરતના ચકચારી બિલ્ડરના આપઘાત પ્રકરણમાં આખરે પોલીસ કમિશનરે આકરા તેવર બતાવ્યા છે. પોલીસ કમિશનરે રાંદેર પીઆઇ બોડાણા સહિત 4 પોલીસ કર્મીને સસ્પેન્ડ કર્યા છે. 24 કરોડ રૂપિયાની જમીનના વિવાદમાં પાટીદાર અગ્રણી દુર્લભ પટેલે આત્મહત્યા કરી હતી. માંડવી પોલીસે મળેલી સ્યુસાઈડ નોટના આધાર પર પોલીસ ઈન્સ્પેક્ટ લક્ષ્મણસિંહ બોડાણા સહિત અન્ય પોલીસ કર્મીઓ સામે ગુનો નોંધવામાં આવ્યો હતો. આ તમામ લોકોએ દુર્લભ ભાઈને કરોડો રૂપિયાની જમીન લખી આપવા માટે ખૂબ ત્રાસ આપ્યો હતો. આ કેસમાં જિલ્લા પોલીસે એસઆઈટીની રચના કરી છે. મહત્વની વાત એ છે કે, આ ગુનામાં આરોપી તરીકે દર્શાવેલ પોલીસકર્મી સુરતના હતા. જેથી આ તપાસ ડીસીપીને સોંપાઈ હતી. ડીસીપી પન્ના મોમાયની તપાસમાં આ ચારેય તથ્યોના આધારે આરોપી જણાઈ આવતા સુરત પોલીસ કમિશનર અજય તોમરે પીઆઇ સહિત ચાર પોલીસ કર્મીઓને સસ્પેન્ડ કર્યા છે. તેમની પૂરપરછ શરૂ કરાઈ છે.
આ પણ વાંચો : ગુજરાતમાં શાળાઓ ક્યારે ખૂલશે? વાલીઓને સતાવતા પ્રશ્નનો આખરે સરકારે આપ્યો જવાબ
પ્રાપ્ત માહિતી અનુસાર, દુર્લભ પટેલને આત્મહત્યા તરફ લઈ જવામાં મહત્વની ભૂમિકા ભજવનાર રાંદેર પોલીસ મથકના પીઆઈ લક્ષ્મણસિંહ બોડાણા, પોલીસ કોન્સ્ટેબલ અજય બોપાલા, રાઇટર કિરીટસિંહ પરમાર સહિત ઉધના પોલીસ મથકના પોલીસ કોન્સ્ટેબલ વિજય શિંદેને સસ્પેન્ડ કરવામાં આવ્યાં છે. આ તમામની પોલીસ મથકમાં ગેરહાજરીના પગલે કાર્યવાહી કરવામાં આવી છે.
આ પણ વાંચો : જીવન-મરણ વચ્ચે ઝોલા ખાઈ રહ્યા છે સુરતના આ તબીબ, પોતાના હાઈલેવલ માસ્કથી બચાવ્યો હતો અન્ય દર્દીનો જીવ
સુરતમાં દુર્લભ પટેલ આત્મ હત્યા કેસ મામલે ભાજપ પ્રદેશ પ્રમુખ C R Patil દ્વારા CM રૂપાણી અને ગૃહરાજ્યમંત્રી પ્રદિપસિંહ જાડેજા સાથે વાતચિત કરીને દોષિતો સામે ઝડપથી કાર્યવાહી અંગેની તપાસ કરી હતી. સુરતમાં ક્વોરી માલિકના આપઘાતના કેસનું રહસ્ય વધુને વધુ ઘેરાઈ રહ્યું છે. સુરત દુર્લભ પટેલ આપઘાત કેસમાં વધુ રહસ્યમય મોત સામે આવ્યું છે. પાટીદાર અગ્રણી દુર્લભ પટેલ આત્મહત્યા કેસમાં વિવાદનું કેન્દ્ર બનેલી પીસાદની હજાર વાર જેટલી જમીનના ભાવ સતત વધતાં ગયા હતા. બીજી તરફ ITની નોટિસ અને ચેકથી ચૂકવવાની થતી રૂપિયા ત્રણ કરોડની રકમ મામલે વિવાદ સતત વધતો જ રહ્યો હતો. જે અંતે દુર્લભ પટેલને આત્મહત્યા સુધી પ્રેરી ગયો હતો. આરોપીઓના ત્રાસથી આખરે દુર્લભ પટેલ આત્મહત્યા કરવા પ્રેરાયા હતા. આ સમગ્ર કેસમાં સુરતના કેટલાક પોલીસ કર્મચારીઓની શંકાસ્પદ ભૂમિકા મળી આવી હતી. હજી પણ અનેક આરોપીઓ પોલીસ પકડથી દૂર છે.
આ પણ વાંચો : પીએમ મોદીની મુલાકાત પહેલા સ્ટેચ્યુ ઓફ યુનિટીના 50 કર્મચારીઓ કોરોના પોઝિટિવ નીકળ્યા