સુરતઃ સુરત રેલવે સ્ટેશન પર મોડી સાંજે બિકાનેર એક્સપ્રેસ ટ્રેન આવી હતી એ સમયે તેમાંથી ઉતરેલી એક વ્યક્તિ પર અજાણ્યા શખ્સે 4 રાઉન્ડ ગોળીબાર કર્યો હતો. ગોળીબાર કરીને આ શખ્સ ભીડનો લાભ ઉઠાવીને ફરાર થઈ ગયો હતો. પોલીસે ઘાયલ વ્યક્તિને ઈલાજ માટે સ્મીમેર હોસ્પિટલમાં દાખલ કર્યો છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

પ્રાપ્ત માહિતી અનુસાર, યુસુફ નામનો એક વ્યક્તી મુંબઈથી બીકાનેર એક્સપ્રેસમાં સુરતના પ્લેટફોર્મ નંબર-1 પર ઉતર્યો હતો. તે પોતાના ઘર તરફ જઈ રહ્યો હતો ત્યારે એક વ્યક્તિએ તેના પર એક રાઉન્ડ પાછળથી અને પછી ત્રણ રાઉન્ડ સામે આવીને ગોળીબાર કર્યો હતો. જેમાં એક ગોળી યુસુફને આંખમાં વાગી હતી, જ્યારે બીજી હાથ અને છાતીના ભાગે વાગી હતી. ગોળીબાર કરનારો શખ્સ ભીડનો લાભ લઈને ભાગી છૂટવામાં સફળ રહ્યો હતો. 


રેલવે સ્ટેશન પર માલ ચડાવવાનું કામ કરતા પ્રત્યક્ષદર્શી ભલ્લુ એ જણાવ્યું કે, જેને ગોળી વાગી છે એ વ્યક્તિ ચાલતો-ચાલતો જતો હતો. એક વ્યક્તિએ પહેલા તેને પાછળથી ગોળી મારી અને પછી તેની સામે આવી જઈને બે રાઉન્ડ ફાયરિંગ કર્યું. પેલી વ્યક્તિને એક ગોળી છાતીમાં અને એક ગોળી હાથમાં વાગી હતી. ગોળીબાર કર્યા બાદ ગોળી ચલાવનારો વ્યક્તિ ભાગી ગયો હતો. જેને ગોળી વાગી એ દોડતો-દોડતો આગળ જઈને નીચે પડી ગયો હતો. ત્યાર બાદ લોકોએ પોલીસને બોલાવી અને પોલીસે ઘાયલ વ્યક્તિને હોસ્પિટલ પહોંચાડવાની વ્યવસ્થા કરી હતી. 


[[{"fid":"182430","view_mode":"default","fields":{"format":"default","field_file_image_alt_text[und][0][value]":false,"field_file_image_title_text[und][0][value]":false},"type":"media","field_deltas":{"1":{"format":"default","field_file_image_alt_text[und][0][value]":false,"field_file_image_title_text[und][0][value]":false}},"link_text":false,"attributes":{"class":"media-element file-default","data-delta":"1"}}]]


આ અંગે પોલીસે જણાવ્યું કે, બીકાનેર એક્સપ્રેસ ટ્રેનમાંથી મોહમ્મદ યુસુફ નામનો વ્યક્તિ ઉતર્યો હતો અને તે પ્લેટફોર્મ નંબર-1 પરથી પોતાના ઘરે જઈ રહ્યો હતો. એ સમયે ટાઈગર નામના વ્યક્તિએ તેના પર ગોળીબાર કર્યો હતો. ઘાયલ વ્યક્તિને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડ્યો છે. પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.