નીતિન ગોહેલ, ભાવનગર: કાળિયાબીડ વિસ્તારમાં આવેલા ભગવતી સર્કલ ખાતે જમ્પિંગ ગેમ રમતાં-રમતાં આ ઢીંગલીને ૨૨ એપ્રિલની સાંજે ઈજા થઈ હતી અને ત્યારબાદ ભાવનગરના બાળ ન્યૂરોસર્જન રિદ્ધિશ લાણિયા સહિતના અનેક ડોકટરો પાસે તપાસ કરાવ્યા બાદ એવું ખુલવા પામ્યું છે કે, પૂર્વાને સ્પાઈનલ કોડ ઈન્જરી છે અને આટલી નાની ઉંમરે તે પ્રથમ કેસ બન્યો છે. પરિણામ મળશે પરંતુ ક્યારે તે કોઈ કહી શકે નહિ. ડો.રિદ્ધિશ લાણિયાએ અંગત રસ લઈને સમગ્ર મેટર અને તસ્વીર સોશિયલ મીડિયા દ્વારા વાયરલ કરતાં લોકો આર્થિક સહાય પણ કરી રહ્યાં છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

અત્યાર સુધીમાં દેશના જાણીતા સ્પાઈન સર્જન ડો.છાબરા, દિલ્હી, ડો.ભરત દવે, ડો.અજય ક્રિષ્નન, અમદાવાદ, ડો.વિઠ્ઠલ રંગરાજન, ડો.હિમાંશુ ડોડિયા, ભાવનગર સહિતના અનેક તબીબોને બતાવી ચૂક્યા છતાં કોઈ પરિણામ મળ્યું નથી. ૬૫ દિવસથી પૂર્વા ડો.રિદ્ધિશ લાણિયા, બાળ ન્યૂરો સર્જન, નિર્મલ ચિલ્ડ્રન હોસ્પિટલમાં વેન્ટિલેટર ઉપર છે. ભાવનગર જિલ્લામાં આટલા દિવસો સુધી કોઈ દર્દી વેન્ટિલેટર ઉપર હોય તે વિક્રમ છે. અત્યાર સુધીમાં હોસ્પિટલ દ્વારા તમામ પ્રયત્નો કરી ચૂક્યા છે, પરંતુ કેટલીક વસ્તુઓ કુદરતના હાથમાં હોય છે.

વડોદરામાં સમલૈંગિક સમુદાયના લોકોએ કાઢી સન્માન યાત્રા


ભાવનગરના કાળીયાબીડ વિસ્તારમાં રહેતી ૫ વર્ષની માસુમ દીકરી પૂર્વા આજથી બે માસ પહેલા જમ્પિંગમાંથી પડી જતા તેને સ્પાઈનલ કોડ ઇન્જરી થઇ હતી. તેને તાકીદે શહેરની ખાનગી હોસ્પીટલમાં સારવાર માટે દાખલ કરવામાં આવી હતી અને જેમાં તેની ડોકથી નીચેના ભાગનું શરીર ખોટું પડી જતા પરિવાર પર આફત પડી છે. જેની સારવાર વિદેશમાં કદાચ શક્ય બની શકે ત્યારે આજે ગુજરાત ભાજપ અધ્યક્ષ જીતુભાઈ વાઘાણી આ માસુમ પાસે પહોચ્યા હતા અને સરકાર તરફથી તમામ જરૂરી સહાય અંગે ખાતરી આપી હતી. 


કહેવાય છે આફત ગમે ત્યારે આવી પડે પરંતુ કોઈ અણધારી આફત પરિવાર નાં માસુમ પર આવી પડે ત્યારે પરિવાર બેચેન બની જાય છે. આવું જ કઈક બન્યું હતું આજથી બે માસ પૂર્વે ભાવનગરનાં કાળીયાબીડ વિસ્તારમાં રહેતા અને શાકભાજીના વ્યવસાય સાથે સંકળાયેલા પ્રકાશભાઈ દવેની ૫ વર્ષની માસુમ દીકરી પૂર્વા સાથે પરિવારજનો સાથે જમ્પિંગની મજા માણવા ગયેલી પૂર્વા જમ્પિંગમાંથી પડી જતા તેને આંતરિક ગંભીર ઈજા થવા પામી હતી. જેને તાકીદે સારવાર માટે શહેરની ખાનગી હોસ્પીટલ માં ખસેડવામાં આવતા અને ડોકટર દ્વારા નિદાન કરવામાં આવતા તેને સ્પાઈનલ કોડ ઇન્જરી થઇ હોવાનું જણાવ્યું હતું અને જેમાં તેનો ડોકથી નીચેનો ભાગ ખોટો પડી ગયાનું જણાવતા પરિવાર પર આફત આવી પડી હતી.

અમદાવાદ બળાત્કાર કેસઃ મુખ્ય આરોપી ગૌરવ ક્રાઇમબ્રાંચ સમક્ષ થયો હાજર


સ્પાઈનલ કોડ ઇન્જરીના કારણે ખાવા પીવા બાબતે લાચાર બનેલી પૂર્વા બે મહિનાથી હોસ્પીટલની પથારીમાંથી ફરી બેઠી થવા અને રમવા માટે સાજા થવાની રાહ જોઈ રહી છે. પરંતુ ડોકટર અને પરિવાર બંને લાચાર જોવા મળી રહ્યા છે કારણ કે દેશમાં આ ઇન્જરી બાબતે તપાસ કરતા તેની સર્જરી શક્ય નથી. આ બાબતના મેસેજ સોશિયલ મીડિયામાં વાયરલ થયા હતા. જેમાં પૂર્વા ના પિતા દ્વારા એવું કહેવામાં આવ્યું કે રૂપિયાની જરૂર નથી. પરંતુ દુઆની જરૂર છે માટે સંપૂર્ણ દેશમાંથી મારી પૂર્વા માટે સાજા થવાની દુઆ નીકળે અને કોઈ ચમત્કાર સર્જાય તો હું દેશનો ઋણી રહીશ.


સોશિયલ મીડિયામાં પૂર્વા માટે દુઆ માટેના મેસેજ વાયરલ થતા શહેરમાં પૂર્વા ની મદદ માટે લોકો પહોચી રહ્યા છે. ત્યારે આજે ભાવનગર પશ્ચિમના ધારાસભ્ય અને ગુજરાત ભાજપ અધ્યક્ષ જીતુભાઈ વાઘાણી પણ આ માસુમ પૂર્વા પાસે તેની ખબર કાઢવા પહોચ્યા હતા. જેમાં તેમના પરિવારજનોને સરકાર તરફથી પૂરી મદદ કરવામાં આવશે. તેવી ખાતરી આપી હતી. જીતુભાઈ વાઘાણીએ આ બાબતે ખાનગી હોસ્પીટલના ડોકટર સાથે મળીને આ કેસમાં શું થઇ શકે અને કેવી રીતે સરકાર મદદ કરી શકે તેની જાણકારી મળેવી હતી. તેમજ આ બાબતે અમદાવાદ સિવિલના સુપ્રીટેંડેન્ટ સાથે પણ વાત કરી આ કેસમાં પુરતી સારવાર અંગે વિદેશોમાંથી માહિતી મેળવવા અનુરોધ કર્યો હતો. આજે પૂર્વાની ખબર અને મદદે પહોચેલા ગુજરાત ભાજપ અધ્યક્ષની સાથે ભાવનગરના મેયર સહિતનાં અનેક પદાધિકારીઓ જોડાયા હતા. જયારે શહેરમાંથી પૂર્વા માટે દયા અને દુઆનો ધોધ વરસી રહ્યો છે.