જામનગર: તબીબીની બેદરકારીના કારણે 4 વર્ષની માસૂમ બાળકીનું મોત, પરિવારમાં આક્રંદ
અમદાવાદમાં હોસ્પિટલના સ્ટાફની બેકારીના કારણે બાળકીના આંગળા કાપવાની ઘટના બાદ આજે જામનગરમાં પણ તબિબની બેદરકારીનો એક ચોંકાવનારો કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. જામનગરની એક ખાનગી હોસ્પિટલના તબીબની બેદરકારીના કારણે પટેલ પરિવારની ચાર વર્ષની માસૂમ બાળકી મીશ્રીનું રહસ્યમય મોત થયા હોવાનો પરિવારજનો દ્વારા આક્ષેપ કરવામાં આવ્યો છે. જોકે સમગ્ર મામલે પોલીસ દ્વારા તપાસ કરી ડોક્ટર વિરુદ્ધ કાર્યવાહી કરવાની પરિવારજનો દ્વારા માંગણી કરવામાં આવી છે.
મુસ્તાક દલ/જામનગર: અમદાવાદમાં હોસ્પિટલના સ્ટાફની બેકારીના કારણે બાળકીના આંગળા કાપવાની ઘટના બાદ આજે જામનગરમાં પણ તબિબની બેદરકારીનો એક ચોંકાવનારો કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. જામનગરની એક ખાનગી હોસ્પિટલના તબીબની બેદરકારીના કારણે પટેલ પરિવારની ચાર વર્ષની માસૂમ બાળકી મીશ્રીનું રહસ્યમય મોત થયા હોવાનો પરિવારજનો દ્વારા આક્ષેપ કરવામાં આવ્યો છે. જોકે સમગ્ર મામલે પોલીસ દ્વારા તપાસ કરી ડોક્ટર વિરુદ્ધ કાર્યવાહી કરવાની પરિવારજનો દ્વારા માંગણી કરવામાં આવી છે.
જામનગરમાં રહેતા પટેલ પરિવારના મિતેશ છગનભાઈ ભંડેરીની સાડાચાર વર્ષની લાડકવાઈ દીકરી મીશ્રીને અગાઉ અકસ્માતે લાગતા પગમાં સળિયા આવેલા હતા. ત્યારબાદ ગત તારીખ 2 જૂન 2019ના રવિવારે જામનગરમાં અંબર સિનેમા નજીક આહીર બોર્ડિંગ પાસે આવેલ ડો.પોરેચાની આશુતોષ હોસ્પિટલમાં પગના સળિયા કાઢવા માટેની શસ્ત્રક્રિયા કરવામાં આવી હતી. આ ઓપરેશન માટે બપોરે 1 વાગ્યે બેભાન કરવા ઓપરેશન થિયેટરમાં ઇજેક્શન આપવામાં આવ્યું અને આ ઇજેક્શન આપ્યા બાદ સવા 2 વાગ્યે બેભાન અવસ્થામાં મીશ્રીને વોર્ડમાં લાવવામાં આવી હતી. ત્યાર બાદ સાડા 3 થી 4 વાગ્યા સુધી ભાનમાં નહિ આવતા ડોકટરને જાણ કરતા કોઈજ સંતોષકારક જવાબ આપવામાં આવ્યો ન હતો.
ઈંગ્લેન્ડના વૃદ્ધ નાગરિક અમદાવાદથી નીકળેલી ટ્રેનમાં મૃત મળ્યા
સાંજે 6 વાગ્યે ફરી ડોકટરે આવી તપાસ કર્યા બાદ તબીબે બાળકી મીશ્રીને મૃત જાહેર કરી હતી. તેવું પરિવારજનોએ જણાવી તબીબની બેદરકારીથી મીશ્રીનું મૃત્યુ નિપજ્યાનો આક્ષેપ કર્યો છે. પરિવારજનોએ આ સમગ્ર મુદ્દે એસ.પી. કચેરીએ રજુઆત કરી જવાબદાર ડોકટર સામે પગલાં લેવા માંગણી કરી છે. પરિવારજનોએ ડોકટરની બેદરકારી બાદ એકની એક દીકરી મીશ્રીને ખોઈ દીધી છે. ત્યારે છાશવારે બનતી આવી ઘટનાઓને ધ્યાને લઈને પોલીસ દ્વારા જવાબદાર ડોકટર વિરુદ્ધ યોગ્ય કાર્યવાહી કરી ન્યાય અપાવવા મોતને ભેટેલી માસુમ બાળકીના પરિવારજનોએ માંગણી કરી છે. જોકે આ મામલે હાલ તો ખાનગી હોસ્પિટલના સંચાલકો કંઈપણ કહેવાનું ટાળી રહ્યા છે.