ભાવનગર : બોટાદ જિલ્લાના ગઢડા નજીકના રાંસલ ગામની 4 વર્ષીય બાળકીના અપહરણ, રેપ અને હત્યાના આરોપમાં આખરે 55 વર્ષીય વ્યક્તિની ધરપકડ કરવામાં આવી છે. મંગળવારે સાંજે બાળકીનો મૃતદેહ ગામ બહાર ઝાડીઝાંખરામાં પડેલો મળી આવ્યો હતો. આ મામલામાં પોલીસ દ્વારા રાંસલ ગામના રહેવાસી રમણીક ઉર્ફે રમેશ કોળીની ધરપકડ કરવામાં આવી હતી. તપાસ દરમિયાન પોલીસને રમેશ પર શંકા ગઈ અને તેની પૂછપરછ માટે અટકાયત કરાઈ. તપાસ પછી રમેશ કબૂલ્યું હતું કે તેણી બાળકીનું અપહરણ કરીને તેનો રેપ કર્યો હતો. બાળકી સતત રડી રહી હોવાથી તેણે તેનું ગળું દાબી દીધું જેથી બાળકી મોતને ભેટી હતી


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

આ મામલે પોલીસે વિશેષ માહિતી આપી છે કે ’18 વર્ષથી વિધુર તરીકે એકલા જીવન ગુજારતો રમેશ ગામના સીમાડે રહેતો હતો. તેના બન્ને પુત્રો તેમના પરિવાર સાથે ગામમાં જ રહેતા હતા. સોમવારે સાંજે જ્યારે બાળકી ઘરની બહાર રમી રહી હતી ત્યારે રમેશે તેનું અપહરણ કરી લીધું હતું.’ 


દીકરીના અપહરણ પછી હીરા ઘસવાનું કામ કરતા બાળકીના પિતા ભાવેશ ચાવડાએ બાળકીના અપહરણની ફરિયાદ ઢસા પોલીસ સ્ટેશને નોંધાવી દીધી હતી. મંગળવારે બાળકીનો મૃતદેહ ગામના સીમાડે ઝાડીઝાંખરામાં નાખેલો મળી આવ્યો હતો. પોસ્ટમોર્ટમ પરથી સામે આવ્યું હતું કે બાળકીનો રેપ થયો હતો.