ઝી બ્યુરો/અમદાવાદ: શહેરમાં ફરી એક વખત લાખો રૂપિયાની લૂંટથી ચકચાર મચી ગઈ છે. કર્ણાવતી ક્લબની સામેથી 40 લાખની દિલધડક લૂંટ થઈ છે. બાઈક પર આવેલા શખ્સોએ આ લૂંટને અંજામ આપ્યો હતો. ઈનોવા કારમાંથી રૂપિયા ભરેલી બેગ લઈ અજાણ્યા શખ્સો ફરાર થઈ ગયા હતા. કોન્ટ્રાક્ટર આંગડિયા પેઢીમાંથી રૂપિયા લઈને જતો હતો. ત્યારે બાઈક પર આવેલા શખ્સોએ તમારી કારમાં પંચર છે કહીને કાર ચાલકની નજર ચૂકવીને લૂંટ કરી હતી. આ ઘટના બાદ પોલીસના ઉચ્ચ અધિકારીઓ ઘટનાસ્થળે પહોંચ્યા હતા. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ભાવનગરમાં આભ ફાટ્યું! 7 ઇંચ વરસાદ પડતાં અનેક વિસ્તારો જળબંબાકાર, ફરી વળ્યાં પાણી


આ ઘટનાની મળતી માહિતી પ્રમાણે, કર્ણાવતી ક્લબની સામેના રોડ પર આંગડિયા પેઢીમાંથી એક કોન્ટ્રાક્ટર રૂપિયા લઈને ઈનોવા કારમાં જઈ રહ્યો હતો. ત્યારે તેની કાર પાસે બાઈક લઈને આવેલા બે શખ્સોએ તેની કાર અટકાવીને કારના ટાયરમાં પંચર હોવાનું જણાવ્યું હતું. લૂંટારુઓની ચાલ ન સમજી શકનાર કોન્ટ્રાક્ટર કારમાંથી નીચે ઉતરીને ટાયર જોવા ગયો હતો. એટલી વારમાં કારની પાછળની સીટમાં પડેલા રૂપિયા ભરેલો થેલો લઈને બંને શખ્સો પલાયન થઈ ગયા. ઘટના અંગે જાણ થતાં ઉચ્ચ અધિકારીઓ ઘટનાસ્થળે દોડી આવ્યા અને લૂંટારુઓને પકડવા કાર્યવાહી શરૂ કરી છે.


'કાયદામાં રહેશો તો ફાયદામાં રહેશો, જરા પણ ગડબડી કરી તો ડેફિનેટલી...'


CCTV કેમેરાની તપાસ
કર્ણાવતી ક્લબની સામેની બાજુથી સેટેલાઈટ તરફ જતા રસ્તા પર લૂંટનો આ બનાવ બન્યો. ઘટનાસ્થળે પહોંચેલી પોલીસ દ્વારા લૂંટ મામલે તપાસ હાથ ધરવામાં આવી છે. આસપાસના વિસ્તારમાં CCTV કેમેરાના ફૂટેજ મેળવવા માટે પણ તજવીજ હાથ ધરવામાં આવી છે.


દૈનિક રાશિફળ 29 સપ્ટેમ્બર: મેષ, વૃષભ અને કન્યા રાશિ માટે દિવસ લાભકારક